વકીલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
કચ્છ, કચ્છ જિલ્લાના અંજારમાં એક વકિલનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચીમામલો હાથપર લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંજારમાં મામલતદાર કચેરી સામે આવેલા એક કોમ્પલેક્સમાં ઓફિસ ધરાવતા વકિલેનો પોતાની ઓફિસમાં જ મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે સૈપ્રથમ સ્થાનિકને માલુમ થતા તેણે લોકોને ભેગા કરી પોલીસને માહિતી આપી હતી. હાલમાં પોલીસે સ્થળ પર પર પહોંચી મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે.
વકીલના મળેલા મૃતદેહ પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. વિગતે વાત કરીએ તો, આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ સ્થાનિક વ્યક્તિ દ્વારા નરેન્દ્રસિંહ જાડેજા નામના વકિલની ઓફિસની મુલાકાત લેતા તે સમયે ઓફિસ ખોલતા વકિલનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જાેવા મળ્યો હતો. સ્થાનિક દ્વારા તુરંત આજુ બાજુના દુકાનદારોને જાણ કરતા બધા વકિલની ઓફિસ બહાર ભેગા થઈ ગયા હતા, આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને લાશને નીચે ઉતારી પીએમ માટે મોકલી દેવાની સાથે વકીલના પરિવારને પણ જાણ કરવામાં આવી છે. વકીલનો પોતાની ઓફિસમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસને પ્રથમ દ્રષ્ટીએ આપઘાતનો મામલો હોવાની શંકા છે. આ મામલે પોલીસ હવે સ્થાનિકો અને પરિવારની પ્રાથમિક પુછપરછ હાથ ધરી તપાસ હાથ ધરશે.SSS