વકીલે હાઈકોર્ટની સુનવણીમાં કહ્યું હાથ જાેડીને કહુ છું ૧૦૮ મુદ્દે ઓર્ડર પાસ કરો

Files Photo
અમદાવાદ: રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો આઇપીએલ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું ૭૪ પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને આરટીપીસીઆર મામલે રજુઆત કરી છે. હાઈકોર્ટમાં હાલ ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે.
એડવોકેટ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી સારવાર માટે આવે છે, જ્યારે અમદાવાદની હોસ્પિટલમાં માત્ર એએમસી ની હદમાં રહેતા લોકોને તેમના રહેઠાણના પુરાવા જાેઈ સારવાર આપવામાં આવે છે. તેમણે ૫ હોસ્પિટલની વાત કરતા જણાવ્યુ કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં જે ૨૦% બેડ સરકારી છે તેની ટકવારી વધારીને ૫૦% કરવી જાેઈએ.
કોર્પોરેશનની હોસ્પિટલોમાં શહેરીજનોને જ દાખલ કરવામાં આવે છે. આવા કપરા સમયમાં હાઇકોર્ટે એવું ડાયરેક્શન કરવું જાેઈએ કે જેમાં કોઈ પરિવર્તન લાવવું જાેઈએ. એસવીપી, એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં નિયમો બદલવા જાેઈએ.
એડવોકેટ એસોસિયેશન વતી એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી કે, સરકારી અને કોર્પોરેશનની હોસ્પિટલમાં ૧૦૮ માં આવતા કોવિડ દર્દી ને જ દાખલ કરવામાં આવે છે. ૧૦૮ સિવાય આવતા દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. ગાઈડલાઈન પ્રમાણે કોઈ દર્દીને દાખલ કરવાની ના પાડી શકાય નહિ. ૯૦૦ બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ ચાલુ થઈ તેમ છતાંય હોસ્પિટલની બહાર દર્દીઓ મરી રહ્યા છે. એમ્બ્યુલન્સની સામે રોજના ૨ હજારથી વધુ કેસો આવી રહ્યા છે. લોકો એમ્બ્યુલન્સ અને યોગ્ય સારવારના અભાવે મરી રહ્યા છે. હાથ જાેડીને કહુ છું ૧૦૮ મુદ્દે ઓર્ડર પાસ કરો.
સુઓમોટોની ચાલી રહેલી હીયરીંગમાં જૂની વીએસ હોસ્પિટલને શરૂ કરવાનો મુદ્દો ઉછાળ્યો, જેમાં ૬૦૦ બેડની કેપેસિટી છે. એડવોકેટ એસોસિયેસન વતી એડવોકેટ ઓમ કોટવાલે રજૂઆત કરતા જણાવ્યું કે, અમદાવાદ મનપાએ અમદાવાદનો નાગરિક બહારના રાજ્યમાંથી આવ્યો હોય અમદાવાદ પરત ફર્યો હોય અને તેના આધારકાર્ડમાં સરનામું અમદાવાદનું જ હોય તો આરટીપીસીઆર રિપોર્ટ મરજિયાત કર્યો હતો. આ પ્રકારનો નાગરિક બહાર ફરે તો સંક્રમણ વધી શકે છે.
તો એડવોકેટ શાલીન મહેતાએ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની માંગ અંગે રજુઆત કરતા કહ્યુ કે, હાલમાં ગુજરાતમાં ૩૦૦ મેટ્રિક ટનની ઘટ છે. હાલ ૫૦૦૦ મેટ્રિક ટન પર દિવસની જરૂર છે. ડિમાન્ડ સપ્લાયની ચેન તૂટી ગઈ છે. ડિસ્ટ્રીબ્યુશન ઇસ્યુના કારણે ઓક્સિજનની અછત છે. રાજ્યની તમામ મોટી હોસ્પિટલને હાઇકોર્ટ ડાયરેક્શન આપે છે. પોતાનું પીસીએ પ્લાન્ટ ઉભું કરે. ૨ સપ્તાહમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા થઇ શકે છે.