વકીલો પર થયેલા કેસમાં નિસ્વાર્થ ભાવે સહાય કરનારનું જ પત્તુ કાપવાનું ષડ્યંત્ર કોણે રચ્યું?!
ફોજદારી કોર્ટ બારના વકીલો પર થયેલા કેસમાં નિસ્વાર્થ ભાવે સહાય કરનારનું જ પત્તુ કાપવાનું ષડ્યંત્ર કોણે રચ્યું?! બારના પ્રમુખ ભરતભાઈ શાહ બે મોઢાની વાતો કરતા સમગ્ર વકીલ આલમમાં રોષ ભભૂકી ઊઠયો?!
યુવા ધારાસભ્યોએ વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે PSI વર્ષાબેન ગોહિલ સાથે થયેલું અઘટિત વર્તન અયોગ્ય છે પરંતુ આ ઘટના બનતા કેટલાક વકીલો એકઠા થઈ જતા કેટલાકની FIRમાં ખોટી રીતે નામો સામેલ થઈ ગયા છે!!
તસવીર બાપુનગર પોલીસ સ્ટેશનની છે જેમાં મહિલા પીએસઆઇ વર્ષાબેન જાદવ પોતાની ફરજ બજાવે છે! બીજી તસ્વીર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ ની છે જ્યાં વકીલ તરીકે છાયાબેન કોરી વકીલાત કરે છે જ્યારે ત્રીજી તસવીર ગુજરાત હાઇકોર્ટની છે તો વકીલો સામે દાખલ થયેલા ગુના રદ કરવા ક્વોસિંગ પીટીશન દાખલ કરવાનું ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા યુવા ધારાશાસ્ત્રી યશ.જે.પટેલ અને ઝીલ રાવલે બીડું ઝડ્પ્યું છે.
ત્યારે સમગ્ર વકીલ આલમમાં એક મુદ્દો ટોક ઓફ ધ બાર બન્યો છે કે ઉચ્ચ પોલીસ અધિકારી શ્રી ગૌતમભાઈ પરમાર સાથે બારના હોદ્દેદારો સાથે મીટીંગ કોણે કરાવી? કોની રજૂઆતથી આરોપી છાયાબેન કોરીને પોલીસે સાંભળ્યા અને પોલીસ સામે ની રજૂઆતની પણ નોંધ લેવાય છે!! પોલીસ કર્મચારીઓ પર આ રીતે ગુનાઇત હુમલો થાય તે યોગ્ય ન ગણાય.
કારણ કે વકીલો અને પોલીસનું કામ કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનું છે માટે બંને પક્ષે સામસામે આવી જાય એ યોગ્ય ન કહેવાય એવી પણ લાગણી અરસપરસ અભિવ્યક્ત થતાં પોલીસ અને વકીલો વચ્ચે વિધ્યાત્મક માહોલ પુન ઃ પ્રસ્થાપિત થાય એ માટે વગર પ્રસિદ્ધિ એ રજૂઆત કોણે કરી?
તે મુદ્દો ફક્ત ફોજદારી બારમાં જ નહીં સમગ્ર વકીલ આલમમાં ચર્ચાનો મુદ્દો બનતા વેસ્ટર્ન ટાઈમ્સે તેનું સંશોધક પત્રકારીતા ના ભાગરૂપે સમગ્ર ઘટનાની તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે આ તમામ પ્રમાણિક પ્રયત્નો ફોજદારી બારના વકીલોના વ્યાપક હિતમાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર શ્રી જે.જે પટેલે હાથ ધરી છે
આ અંગે ફોજદારી કોર્ટ બાર ના હોદ્દેદાર શ્રી ર્નિમલભાઇ રાવલ અને શ્રી અશ્વિનભાઈ પટેલે એ વાતનું ખુલ્લેઆમ સમર્થન કરે છે કે બીજા કોઇએ નહીં પણ જે. જે. પટેલ એ કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ પણ જાતની પ્રસિદ્ધિ વગર જાેઈન્ટ પોલીસ કમિશનર શ્રી ગૌતમભાઈ પરમાર સાથેની મિટિંગ થી ગુજરાત હાઇકોર્ટ સુધી કવોશિંગ પિટિશન દાખલ કરવાનું આયોજન પણ કર્યું છે
અને પોતાના દીકરા યશ.જે.પટેલ મારફતે તાત્કાલિક ઈપીકો કલમ ૩૩૨ સહિતની કલમો સામે કવોશિંગ પીટીશન તૈયાર કરી છે અને જેમાં સિનિયર કાઉન્સિલ શ્રી યોગેશભાઇ લાખાણી તથા શ્રી નિરુપમભાઈ નાણાવટી ઉપસ્થિત રહે ત્યાં સુધી નું આયોજન પણ કરાયું હોવાનું કહેવાય છે.
બીજી તરફ ફોજદારી કોર્ટના કેટલાક યુવા ધારાસભ્યોએ વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે પીએસઆઇ વર્ષાબેન ગોહિલ સાથે થયેલું અઘટિત વર્તન અયોગ્ય છે પરંતુ આ ઘટના બનતા કેટલાક વકીલો એકઠા થઈ જતા કેટલાકની એફઆઇઆરમાં ખોટી રીતે નામો સામેલ થઈ ગયા છે!! પણ સાથે આ કેટલાક વિવાદાસ્પદ સભ્યોનું કહેવું છે કે સેશન્સ કોર્ટમાં ખરેખર રજૂઆતનો એડવોકેટ શ્રી વી.ડી.ગજ્જરે કરી હતી બીજા વકીલો ના નામો અખબારોમાં કઈ રીતે લખાય છે.
ફોજદારી બારમાંથી ગુજરાત બાર કાઉન્સિલ માં સતત ચૂંટણી જીતતા આવેલા શ્રી અનિલભાઇ કેલ્લા ચાલુ ગાડીએ કુદી પડીને વકીલોને ગુમરાહ કરીને ચૂંટણી જીતતા આવેલા છે એવા આક્ષેપો ની ચર્ચા થઇ રહેલી છે આ આક્ષેપ માં સત્ય જે હોય તે પરંતુ બાર ના પ્રમુખ ભરતભાઈ શાહ ને શ્રીજે.જે. પટેલે કરેલી મદદસમયસર જાહેર કરવાનું ચાલાકીપૂર્વક શ્રી અનિલભાઈ કેલ્લાના ઈશારે કરતા ટાળતા ફોજદારી બાર નો માહોલ ગરમાયો હોવાનું મનાય છે
ત્યારે કેટલાક સિનિયર વકીલો પણ ખુલ્લેઆમ કહેતા થયા છે કે ફોજદારી બારના પ્રમુખ ભરતભાઈ શાહ ની કોઈ ફરજ ખરી કે નહીં કે? ફોજદારી બારમાં કાયદાનું શાસન જળવાતું કરવાનો પ્રયાસ તેમણે કરવો જાેઈતો હતો!! તો આવા સંજાેગો માં કેટલાક વકીલોના મનમાં એવો પ્રશ્ન સર્જાયો છે કે શ્રી જે.જે.પટેલે વકીલો ના હિતમાં કામ કર્યું
તેમાં અનિલભાઈ કેલ્લા ને પેટમાં કેમ દુખે છે? કહેનારા તો ત્યાં સુધી કહે છે કે અનિલભાઈ કેલ્લા જેટલું પાણી પાય એટલું પાણી ભરતભાઈ શાહ પીવે છે?! ફોજદારી બાર માં સત્તાની સાઠમારી વચ્ચે હવે જુનિયર વકીલો આત્મનિરીક્ષણ કરે એ જરૂરી છે હવે જાેઈએ ગુજરાત હાઇકોર્ટમાં શું થાય છે અલબત અત્રે એ નોંધવું જરૂરી છે કે આજકાલ વકીલોને પોલીસ સ્ટેશનમાં ખરાબ અનુભવ થઇ રહ્યા છે!
તાજેતર માં રાજકોટ માં જામકંડોરણા માં પોતાના અસીલ ને સલાહ આપવા બદલ પોલીસે વકીલને ૨૧ કલાક પોલીસ કસ્ટડીમાં પુરી રાખતા ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર અને જસ્ટીસ શ્રી આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ટકોર કરી હતી કે વકીલ ને શા માટે ફસાવી રહ્યા છો?! અને તે દિવસ ની પોલીસ ડાયરી આ સ્થાનિક જુડીશ્ય્લ મેજિસ્ટ્રેટ સમક્ષ જમા કરાવવા હુકમ કર્યો છે ત્યારે હવે ફોજદારી કોર્ટના વકીલો માટે શું દિશા નિર્દેશ મળે છે એ જાેવાનું રહે છે.
સભ્ય સમાજમાં કાયદો નૈતિકતાના સાગરમાં તરતો રહે છે – અર્લ વોરન
થોમસ કુલર નામના વિચારકે કહ્યું છે કે ‘‘જયારે તમે તમારી જાતને એટલી ઉંચી ના સમજાે ‘કાયદો’ તમારાથી પણ ઊંચો છે’!! જ્યારે અમેરિકાના કાયદાશાસ્ત્રી અર્લ વોરન કહે છે કે ‘‘સભ્ય સમાજમાં કાયદો નૈતિકતા ના સાગરમાં તરતો રહે છે’’!! આ સંદર્ભમાં વિચારીએ તો કાયદાના પરિપ્રેક્ષ્યમાં રહીને પોતાની ફરજ બજાવવાનું કામ પ્રત્યે પોલીસ અધિકારીનુ જ નહીં સરકારનું પણ છે!
અને એથી વધારે કાયદાના શાસનની રખેવાળી કરવાનું કામ સમગ્ર વકીલ આલમનું છે! જ્યારે આ મર્યાદાઓ તૂટે છે ત્યારે સંઘર્ષ થાય છે બાપુનગરના મહિલા પીએસઆઇ વર્ષાબેન મનુભાઈ જાદવ દ્વારા મહિલા ધારાશાસ્ત્રી છાયાબેન કોરી સાથે થયેલા અઘટિત વર્તનનો આક્ષેપ અત્યંત ગંભીર અને ચોકાવનારો છે
તો બીજી તરફ મહિલા વકીલ નું વર્તન પણ અનુચિત હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે! પરંતુ ફોજદારી કોર્ટ માં મહિલા પીએસઆઇ વર્ષાબેન જાદવ સાથે થયેલા અમાનુષી અત્યાચાર પણ ગંભીર છે આ માહોલ વચ્ચે કેટલાક વકીલો વિરુદ્ધ ગુનાની તપાસ ચાલી રહી છે અને ફોજદારી બારના કેટલાક હોદ્દેદારો ને આગોતરા જામીન મળ્યા છે
આ માહોલ વચ્ચે ગુજરાત હાઇકોર્ટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી યશ જે .પટેલે વકીલો ના વ્યાપકહિત માં કવોશિંગ પિટિશનના તૈયાર કરી ને દાખલ કરનાર છે જેની સુનાવણી દરમ્યાન જાણીતા સીનીયર કાઉન્સિલ યીગેશભાઈ લખાણી અને સીનીયર કાઉન્સિલ નીરુભાઈ નાણાવટી ઉપસ્તિત રહેનાર હોવાનું મનાય છે ત્યારે વકીલો ના હિત માં નિસ્વાર્થ પણે કોણે ભૂમિકા ભજવી એ મુદ્દો વકીલ આલમ માં ચર્ચા નો મુદ્દો બન્યો છે.
મહિલા પીએસઆઇ વર્ષાબેન જાદવ અને મહિલા વકીલ છાયાબેન કોરી વચ્ચે થયેલા સંઘર્ષથી કાયદાના શાસન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે?! પરંતુ બંને વચ્ચે સુમેળ થાય એ જરૂરી છે!