વકીલ વિકાસ સિંઘનો દાવોઃ ગળું દબાવીને સુશાંતની હત્યા કરાઇ હતી
નવી દિલ્હી, અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના (Father of Sushant Sinh Rajput) પિતાએ રાખેલા ધારાશાસ્ત્રી વિકાસ સિંઘે (Lawyer Vikas Singh) એેવો દાવો કર્યો હતો કે ગળું દબાવીને સુશાંતની હત્યા કરવામાં આવી હતી. આ દાવાને AIIMSના ડૉક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો હતો.
અભિનેતા સુશાંત સિઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ સીબીઆઇ (CBI investigation) કરી રહી હતી. બીજી બાજુ AIIMSના ડૉક્ટરોની ટીમ આ કેસનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી. (જો કે એક ટીવી ચેનલના રિપોર્ટ મુજબ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ સીબીઆઇને અપાઇ ચૂક્યો હતો. AIIMSના ડૉક્ટરોએ સ્પષ્ટ શબ્દોમાં વિકાસ સિંઘના આ દાવાને રદિયો આપ્યો હતો.
આ ડૉક્ટરોએ કહ્યું હતું કે વિકાસ સિંઘ જેવા ધારાશાસ્ત્રીઓને તબીબી જ્ઞાન હોતું નથી, ફોરેન્સિક જ્ઞાનની તો વાત જ ક્યાં રહી. દરમિયાન, વિકાસ સિંઘના નામે ટ્વીટર પર મૂકાયેલી એક ટ્વીટમાં એવો દાવો કરાયો હતો કે સ્પષ્ટ રીતે હત્યાના મામલાને હત્યાનો કેસ જાહેર કરવામાં સીબીઆઇ અકળ કારણોસર વિલંબ કરી રહી હતી. આ કેસ આત્મહત્યાનો નહોતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સીબીઆઇના આ વિલંબને કારણે ફ્રસ્ટ્રેશન વધી રહ્યું હતું. સુશાંતના સ્વજનો પણ આ કિસ્સાને હત્યાનો ગણીને વાત કરે છે.
પરંતુ AIIMSના ડૉક્ટરો આ દાવો સ્વીકારતા નથી. તેમના મતે આ કેસ સ્પષ્ટ છે પરંતુ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ પ્રગટ થાય ત્યાં સુધી વાટ જોવી જોઇએ. વિકાસ સિંઘે એવો પણ દાવો કર્યો હતો કે મેં પહેલીવાર સુશાંતના ડેડબોડીનો ફોટો ડૉક્ટરોને મોકલ્યો ત્યારે એ લોકોએ આ કેસ હત્યાનો હોય એવો લાગે છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. હવે એ લોકો જુદો મત આપી રહ્યા હતા.