Western Times News

Gujarati News

વગર ટિકિટે પ્રવાસ કરતાં લોકો પાસેથી દંડ પેટે રેલવેને ૧૩૭૭ કરોડ રૂપિયાની આવક થઇ

નવી દિલ્હી,  ટિકિટવગર મુસાફરી કરતા પ્રવાસીઓ પર દંડ લાગુ કરીને રેલવે દ્વારા જંગી કમાણી કરવામાં આવી છે. ટિકિટવગરના યાત્રાઓ પાસેથી દંડ મારફતે રેલવે દ્વારા કરવામાં આવેલી કમાણીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૧ ટકા સુધીનો વધારો થયો છે. ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીઓ પર અંકુશ મુકવા માટે ભારતીય રેલવે દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૯ વચ્ચે દંડ સ્વરૂપે રેલવે દ્વારા ૧૩૭૭ કરોડની કમાણી કરી લેવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮માં સંસદીય રેલવે સમિતીએ ટિકિટવગરની યાત્રા કરતા લોકોના કારણે મહેસુલરૂપે જંગી નુકસાન થઇ ગયુ છે. વર્ષ ૨૦૧૬-૧૭ના રેલવે નાણાંકીય રિપોર્ટનુ મુલ્યાંકન અને નિરીક્ષણ માટે બનાવવામાં આવેલી સમિતીએ કેટલીક બાબતોની નોંધ લીધી છે. તમામ પાસાઓમાં ધ્યાન આપવામાં આવ્યા બાદ રેલવે બોર્ડ દ્વારા દેશભરમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકોની સામે ઝુંબેશને તીવ્ર કરવા માટે જાનલ રેલવેને આદેશ કર્યો હતો.

દરેક ટીટીઇ માટે વાર્ષિક ટાર્ગેટ નક્કી કરીને આગળ વધવા માટેનો આદેશ આપી દીધો છે. મધ્યપ્રદેશ આધારિત કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં રેલવે દ્વારા ટિકિટવગરના પ્રવાસીઓ પાસેથી દંડમાં ૪૦૫.૩૦ કરોડની વસુલાત કરવામાં આવી છે. આગામી વર્ષે રેલવે દ્વારા ૪૪૧.૬૨ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૩૦.૦૬ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. ૮.૯ મિલિયન પેસેન્જર કરતા વધારે વધારે લોકો વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં પકડાઇ ગયા છે. આ લોકોની સંખ્યા ઇઝરાયેલની વસ્તી કરતા વધારે છે.

એક વખતે ટિકિટવગરના યાત્રીને પકડી લેવામાં આવ્યા બાદ ટિકિટના ખર્ચ સાથે ૨૫૦ રૂપિયાનો ઓછામાં ઓછો દંડ કરવામાં આવે છે. જા કોઇ વ્યÂક્ત દંડની રકમને ચુકવવામાં નિષ્પળ રહે તો તેને રેલવેને હવાલે કરી દેવામાં આવે છે. ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ રેલવે એક્ટની કલમ ૧૩૭ હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ પ્રવાસીને મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ લાગુ કરી શકે છે. જા વ્યÂક્ત દંડ ચુકવવા માટે તૈયાર ન થાય તો સંબંધિત પ્રવાસીને છ મહિના સુધીની જેલની સજા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.