વઘઈ – બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન પુનઃ શરૂ

સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ની માંગ ને ધ્યાન માં રાખી વઘઈ – બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ને પુનઃ શરૂ કરતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
૪ સપ્ટેમ્બર ૨૦૨૧ શનિવાર થી પુનઃ શરૂ આ ટ્રેન સ્થાનિક રહીશો, રોજગારી માટે મુસાફરી કરતા લોકો અને પ્રવાસીઓ માટે સાનુકૂળ રહેશે.
“ગુજરાતના ડાંગ જિલ્લામાં કોરોનાને પગલે લાંબા સમયથી બંધ ટ્રેન વ્યવહાર ને કારણે આદિવાસી વિસ્તારના લોકો અને સ્થાનિક રહીશો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી સ્થાનિક લોકો અને પ્રવાસીઓની માગને ધ્યાનમાં રાખી વઘઈ-બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેનને પુનઃ શરૂ થતાં લોકો આનંદિત થઈ ગયા હતા.