વટવામાં અધિકારીઓ પહોંચ્યા અને બાળ લગ્ન અટકાવ્યા
કન્યા લગ્નની વય ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાની સમજણ પણ આપવામાં આવી હતી અને બાયેધરી પણલેવામાં આવી
જીલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જીલ્લાના વટવા વિસ્તારમાં બાળલગ્નને અટકાવવામાં આવ્યા હતા. યાદી અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાં બાળલગ્ન અંગેની ફરિયાદ કચેરીને મળી હતી.
આ સંદર્ભે સંબધિત અધિકારીશ્રીએ લગ્નના સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરતા હકીકત સાચી જણાઈ હતી. અધિકારી શ્રી દ્વારામાતા-પિતા પાસે વર અને કન્યાનાઉંમરના પુરાવા માંગવામાં આવ્યા હતા. આ પુરાવાની ચકાસણી કરતા કન્યાની ઉંમર ૧૬ વર્ષ ૯ માસ અનેવરની ઉંમર ૨૨ વર્ષનીહોવાનુંજણાયું હતું.
આમ લગ્ન કાયદાની દૃષ્ટિએ બાળલગ્ન હોય તેને અટકાવવામાં આવ્યા હતા અને બંને પક્ષના માતા-પિતાને કાયદાની સમજણ આપવામાં આવી. અનેજો લગ્ન કરવામાં આવશે કે કાયદાનું ઉલ્લઘન કરવામાં આવશે તો જરૂરી પગલા ભરવામાં આવશે તેમ પણ જણાવાયું હતું અને જ્યાં સુધી કન્યા લગ્નની વય ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાની સમજણ પણ આપવામાં આવી હતી અને બાયેધરી પણલેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બાળલગ્ન અધિનિયમ ૨૦૦૬ હેઠળ કાયદાની જોગવાઈ મુજબ જો બાળ લગ્ન કરવામાં આવે કે કરાવવામાં આવે તો ૨ વર્ષની સખત કેદની સજા અને એક લાખ રૂપીયાના દંડની જોગવાઈ કરવાનીઅંગે ની સમજણ પણ આપવામાં આવી હતી.જીલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીનીએક અખબારી યાદીમાં જણાવાયું છે.