Western Times News

Gujarati News

વટવામાં કરફ્યુના કડક અમલ વચ્ચે યુવકની ક્રૂર હત્યા

અંગત અદાવતમાં પાંચ શખ્સો હથિયારો સાથે તૂટી પડ્યા ઃ આરોપીઓની શોધખોળ
અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં લોકડાઉનની અંદર છૂટછાટો આપવામાં આવી રહી છે જેના પરિણામે જનજીવન પુનઃ ધબકતું થવા લાગ્યું છે. જા કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકડાઉનમાં કોઈપણ છુટછાટ આપવામાં આવી નથી આ ઉપરાંત દેશભરમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. દિવસ દરમિયાન લોકડાઉનમાં અપાયેલી છુટછાટના કારણે હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે.જેના પરિણામે શહેર પોલીસ તંત્ર સજાગ બની ગયું છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી તેના પિતા પાસેથી ખંડણી માંગવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં જ પોલીસ તંત્ર ચોંકી ઉઠયુ હતુ. આ ઘટનાની હજુ તપાસ ચાલુ છે ત્યાં જ શહેરના વટવા વિસ્તારમાં રાત્રી કરફ્યુ વચ્ચે અંગત અદાવતમાં પાંચ જેટલા શખ્સોએ એકસંપ થઈ એક યુવક ઉપર હુમલો કરી ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં પણ ભારે રોષ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. અગાઉ અમદાવાદ શહેરમાં ગુનાખોરીના મુદ્દે ભારે ઉહાપોહ થયો હતો. પરંતુ લોકડાઉનના અમલના કારણે ગુનાખોરીનો આંક ઘટવા લાગ્યો હતો. શહેરભરમાં લોકડાઉનનો કડકાઈથી અમલ કરવા માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેના પગલે ગુનેગારો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત શહેરમાં ગુનાખોરીનો આંક વધવા લાગ્યો છે. આ પરિÂસ્થતિમાં પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે.

પોલીસ તંત્રને કાળી ટીલી લગાવતો એક કિસ્સો ગઈકાલે નોંધાયો છે જેમાં ખુદ પોલીસ કોન્સ્ટેબલે એક યુવતીને સાથે રાખી ેવેપારીની પુત્રીને બ્લેકમેઈલ કરીને તેના પિતા પાસેથી રૂ. ૧પ લાખની ખંડણી માંગી હતી. આ ઘટનામાં સાયબર સેલે ફોન નંબરના આધારે ટૂક સમયમાં ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો હતો અને બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ ઘટનાની હજુ તપાસ ચાલુ છે ત્યાં અમદાવાદ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના ઘટી છે. શહેરભરમાં રાત્રી કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ કરફ્યુ ભંગ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પરિÂસ્થતિમાં અમદાવાદના વટવા વિસ્તારમાં મોડી રાત્રે પાંચ શખ્સોએ ભેગા મળી યુવકની હત્યા કરી નાખી હતી. ઝઘડામાં પોલીસ ફરિયાદ અને પાસા થયા હોવાની અદાવતમાં કાર લઈને આવેલા પાંચ લોકો તલવાર અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. સારવાર દરમ્યાન યુવકનું મોત થયું હતું. વટવા પોલીસે પ લોકો સામે હત્યા, રાયોટિંગ સહિતનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં રહેતા હનીફ મેમણના પુત્ર મોહસીનને થોડા સમય પહેલાં વટવામાં જ રહેતા તબરેજખાન, મહંમદ હુસેન, અસલમ નામના વ્યÂક્ત સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસ ફરિયાદ થઈ હતી. મંગળવારે રાત્રે વટવા રાજા બેકરી પાસે તરબેજખાન, મકબુલ, સોહિલખાન, કુરકાન અને અસલમ ગાડી લઈને ઉભા હતા. દરમ્યાનમાં મોહસીન એÂક્ટવા લઈને આવ્યો ત્યારે તેને રોકી તબરેજ અને કૂરકાને અમારા સામે કેમ પોલીસ ફરિયાદ કરી અને પાસા કરાવ્યા કહી અને તેની ઉપર તલવાર અને ઘાતક હથિયારો લઈ પાંચેય તૂટી પડ્યા હતા. આસપાસના લોકો ભેગા થઈ જતા પાંચેય નાસી ગયા હતા. હોÂસ્પટલ લઈ જતાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.