વટવામાં વીજચોરી અટકાવવા ગયેલી ટીમ પર હુમલોઃ ૩ વિરૂધ્ધ ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ: વટવા વિસ્તારમાં ઈલેકટ્રીકની મેઈન લાઈનમાં થતી વીજ ચોરી અટકાવવા ગયેલા કર્મચારીઓને માર મારી જાનથી મારી નાખવાનીધમકીઓ આપતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
બ્રીજેશભાઈ ઠાકુર (શાહપુર) ટોરેન્ટ પાવરમાં વિજીલન્સ ઓફીસર તરીકે કાર્યરત છે વટવા ખાતે આવેલી એક એમએસપીમાં ગેરકાયદેસર રીતે વાયરીંગ કરી વીજચોરી થતી હોવાથી પોતાની ટીમ સાથે ગઈકાલે તે ઘટના સ્થળે પહોંચત ઈરફાન સૈયદ, લીયાકત મોમીન અને એઝાઝ મોમીન નામના શખ્સોએ તેમની સાથે મારામારી કરી ગાળો બોલીને ફરી વખત અહી આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.
જેથી બ્રીજેશભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ વીજચોરી અને મારામારી ઉપરાંત ધમકીઓ આપવાની ફરીયાદ નોંધાવી છે.