વટવા GIDC: ફોનની ચીલઝડપ કરી ધક્કો મારતાં યુવાનનાં હાથ ટ્રક નીચે ચગદાયા
શહેરમાં લુટારા બેફામ બન્યાઃ યુવાન ગંભીર હાલતમા સિવિલમા દાખલ |
અમદાવાદ: પોલીસ તંત્ર કામગીરી સાવ ખાડે ગઈ હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે પોલીસની ઢીલી કામગીરીની કારણણે ગેલમાં આવી ગયેલા ચીલ ઝડપનાં આરોપીઓ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં એકલ દોકલ વ્યક્તિઓને પોતાના નિશાન બનાવી રહ્યા છે આ Âસ્થતિમાં એક ગરીબ વર્ગનો નોકરીથી પરત ઘરે ફકતો હતો એ સમયે એકટીવા પર આવેલા બે શખ્શો તેના ફોની ચીલઝડપ કરી હતી જા કે યુવાને તેમનાં પીછો કરતા પાછળ બેઠેલા શખ્શે તેને ધક્કો મારી દેતા નીચે પટકાયેલા યુવાનના હાથ પરથી પુર ઝડપે આવી રગેલી ટ્રકના ટાયર ફરી વટયા હતા.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે દશરથ ભાઈ ભોમાભાઈ પરમાર નામનો યુવાન રણછોડજી મંદિર પાસે જશોદા નગર ખાતે ભાડેથી રહે છે મૂળ બનાસકાઠાના દશરથભાઈ વટવા જીઆઈડીસી ફેઝ ૪માં નીકાટયુબ નજીક આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરે છે નિત્યક્રમ મુજબ ફેક્ટરીમાંથી નોકરી બાદ દશરથભાઈ સાજે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ વખતે શનિવારે સાજે સાત વાગ્યાના સુમારે હનુમાનજીના મંદિર નજીક પહોચ્યા એ વખતે તેમનો પીછો કરતા બે એકટીવા ચાલક શખ્શો તેમની નજીક આવ્યા હતા અને દશરથભાઈ કઈ સમજે એ પહેલા તેના હાથમાથી મોબાઈલ ફોન લઈ એકટીવા ભગાવી મુકી હતી.
જા કે દશરથભાઈ આ બંને લુટારાની પાછળ ભાગ્યા હતા અન તેમની નજીક પહોચતા પાછળ બેઠેલા શખ્શે તેમને ધક્કો મારી દેતા સમતોલ જ જાળવી શકતા દશરથભાઈ રસ્તા પર પટકાયા હતા એજ વખતે પાછળથી પુરપાર ઝડપે આવી રહેલી આઈશર ટ્રક તેના હાથ ચગદાઈ ગયા હતા ઘટનાને પગલે રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા કોઈએ ૧૦૮ જાણ કરતા દશરથભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણણ થતા જ વટવા જીઆઈડીસી પોલીસે તેની ફરીયાદ નોધીને બને લુટારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.