Western Times News

Gujarati News

વટવા વેપારી હત્યા કેસમાં ટીપ આપનાર શ્રવણ જાેષીની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વટવા વિસ્તારોમાં કેટલાંક દિવસ અગાઉ બનેલાં ચકચારી મર્ડર કેસનો ભેદ વટવા પોલીસે ઉકેલી નાખ્યો છે. મૃતકની પત્ની આસપાસનાં રહીશોનાં નિવેદન તથા સીસીટીવી ફુટેજ મેળવીને સમગ્ર માહીતીની તલસ્પર્શી તપાસ બાદ પોલીસે લુંટ કરવા માટે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો છે. આ ઘટના સંદર્ભે બે હત્યારાઓની ધરપકડ કર્યા બાદ ગત મોડી રાત્રે તેમને માહીતી આપનાર વધુ એક શખ્સને પણ ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી છે.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં દિવાળીનાં તહેવારના આસપાસનાં દિવસોમાં કરીયાણાની દુકાન ચલાવતાં તથા પત્ની સાથે એ જ દુકાનમાં રહેતાં વેપારીની ધોળે દિવસે હત્યા કરી બે આરોપીઓ ફરાર થયા હતા.

આ ઘટના બાદ વેપારીની પત્નીએ રોકકળ કરી મુકતાં નજીકમાં જ ડેરી ચલાવતાં તેમનાં સંબંધી દોડી આવ્યા હતા. જેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસ તપાસમાં વેપારીની પત્નીએ બે શખ્સો વેપારીને મારી જતાં રહયાંનું નિવેદન આપ્યું હતું. જેનાં આધારે પોલીસે આસપાસનાં લોકોનાં નિવેદનો લીધા હતા. ઉપરાંત મૃતકનાં સગા-સંબંધીની પણ સઘન પુછપરછ કરી હતી. એસપીઆઈ સ્કવોર્ડ તથા જીએસએલ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. દુકાનની આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવીને વટવા પોલીસે સમગ્ર માહિતી એકત્ર કરીને તેમની ઝીંણવટપૂર્વક તપાસ કરી હતી.

જેનાં પગલે બે શખ્સોનું પગેરું મળ્યું હતું. બાદમાં પોલીસે તે બંને ઉપર વોચ રાખીને તક મળતાં જ બંનેને ઝડપી લઈને કડક પુછપરછ હાથ ધરી હતી. જેમાં બંનેએ પોતે જ વેપારીની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે સઘન પુછપરછ કરતાં વધુ કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. જેનાં પગલે વટવા પોલીસે હત્યારાઓને ટીપ આપનાર ‘શ્રવણ જાષી’ નામનાં વધુ એક આરોપીની ગત મોડી રાત્રે અટક કરી છે.

આ અંગે વટવા પોલીસ સ્ટેશનનાં પીઆઈ સીસારાએ (Vatva Police Station PI Sisara) જણાવ્યું હતું કે બંને આરોપીઓની પુછપરછમાં બાતમી આપનાર તરીકે શ્રવણ જાષી નામનાં શખ્સનું નામ ખુલ્યું છે. જેનો ગત રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે. શ્રવણ જાષીની (investigation of Shravan Joshi) હાલમાં પુછપરછ ચાલું છે. તેની તપાસ વધુ કેટલીક સ્ફોટક વિગતો બહાર આવવાની સંભાવના છે.

પોલીસ તપાસમાં લુંટ વીથ મર્ડર કેસમાં ચોરીની બાઈક વાપરવામાં આવી હોવાનું જાણ થતાં વટવામાં રહેતાં નંદકિશોર ઉર્ફે નંદુ શર્મા તથા મનીષ શર્માને ચોરીની બાઈક (Nandkishor alias Nandu sharma and Manish Sharma arrested with stolen bike) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પુછપરછ દરમ્યાન ત્યાંના મુખ્ય આરોપી દયાલસિંગ રાજપુત (Dayalsinh Rajput) તથા ‘શ્રવણ જાષી’ સુધી પહોચી શકયાં હતા.

લુંટ કરવા ગયેલાં દયાલસિંગ તથા શ્રવણનો મૃતક વેપારી દિનેશકુમારે પ્રતિકાર કરતાં દયાલસિંગે ગોળી મારી દીધી હતી. જા કે બાદમાં ગભરાઈ જતાં બંને ફકત ૩પ૦૦ રૂપિયા લુંટી જતાં રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.