Western Times News

Gujarati News

વડગામના બસુમાં વરલી-મટકાનો આંક ફેરનો જુગાર રમાડતા ત્રણ ઝડપાયા

પ્રતિકાત્મક

છાપી, વડગામ તાલુકાના બસુ ગામે જાહેરમાં વરલી મટકાના આંક ફરનો જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે છાપી પોલીસના પ્રવિણસિંહ, મહેશભાઈ અશ્વિનભાઈ સોમવારે બાતમીવાળી જગ્યાએ છાપો મારી બે ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી જુગારનુ સાહિત્ય

તેમજ એક મોબાઈલ કિંમત રૂા.એક હજાર તેમજ રોકડા રૂા.૭૭૩૦ મળી કુલ રૂા.૮૭૩૦નો મુદ્દામાલ કબજે કરી હઝરૂદ્દીન મજીદખાન ડેર, હુસેનભાઈ ઈસ્માઈલભાઈ ડેર બંન્ને રહેે.વાસી બસુની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે વરલી મટકાનો જુગાર બિસ્મીલ્લા ખાન અકબરખાન ડેર ચલાવે છે. જેથીપોલીસે ત્રણેયની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વડગામ તાલુકાના એદરાણા ગામના ચાર ઈસમો નાનોસણા ગામે રહેતી બહેનના ઘરે જઈ બનેવીને કહેલ કે અમારી બહેનને અહીં રાખવી નથી તેમ કહી બનેવી તેમજ વેવાણને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બનેવીએ ચાર ઈસમો વિરૂધ્ધ છાપી પોલીસ મથકે સોમવારે ફરીયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વડગામ તાલુકાના એદરાણા ગામની દિકરીના લગ્ન નાનોસણા ગામના લાખાભાઈ ગણેશભાઈ રબારી સાથે થયા હતા. દરમ્યાનમાં ગત શુક્રવારે સાંજે લાખાભાઈના બે સાળા તેમજ બે કાકા સસરાએ આવીને કહેવા લાગ્યા હતા કે અમારે અમારી દિકરીને અહીં રહેવા દેવી નથી.

તેમ કહેતા લાખાભાઈએ કહેલ કે કેમ? રહેવા દેવી નથી. જેથી ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈને બનેવી તેમજ વેવાણને ગડદાપાટુનો માર મારી, અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બનેવી લાખાભાઈ રબારીએ સાળા લાલાભાઈ મૂળજીભાઈ રબારી, તેમજ કાકા સસરા લઘધીરભાઈ હરિભાઈ રબારી અને મોતીભાઈ હરિભાઈ રબારી તમામ (રહે. એદરાણા) વિરૂધ્ધ છાપી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.