વડતાલધામમાં ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે ગામ દ્વારા સ્વચ્છતાનું મહાઅભિયાન
વડતાલ: વડતાલ મંદિરમાં આગામી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ ને સફળ બનાવવા પૂ જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ સંત મંડળ અને સ્વયંસેવક દળ સાથે વડતાલ આવીને કથા વાર્તા સાથે સેવા કરી રહ્યા છે । આ કાર્ય મા સુરત ગુરુકુલથી શ્વેત સ્વામીઃ મેતપુરવાળા; ગોવિંદપ્રસાદ સ્વામીઃ શ્યામ સ્વામી- વડતાલ; વિશ્વપ્રકાશ સ્વામી-એવં દિવ્યજીવન સ્વામી- કલાકુંજ સુરત વગેરે સંતોએ કમર કસીને સેવા શરૂ કરી છે .
ગાંધી જયંતીના અવસરે વડતાલ મંદિરના સ્વચ્છતા જાગૃતિનુ આયોજન કરેલ જેમાં નડિયાદ તાલુકાના ટીડીઓ શૈલેષભાઇ બ્રહ્મભટ્ટ સંજયભાઇ પટેલ, વડતાલના તલાટી પ્રજ્ઞેશભાઇ પટેલ વડતાલ ગ્રામ પંચાયત ના સરપંચ વતી જગદીશભાઇ પરમાર અગ્રણી સેવક રાકેશ ભગત પાટીદાર, સતીષભાઇ પટેલ વગેરેએ સફાઇ અભિયાન સાથે આરોગ્યને હાનિકારક પ્લાસ્ટીકનો વ્યાપક બહિષ્કાર કરવા પ્રારંભમાં પ્રતિજ્ઞા લીધી હતી
જ્યારે આ બાબતના સમર્થનમાં વડતાલની કુમાર શાળાના વિદ્યાર્થીઓએ જાગૃતિ માટે રેલી યોજાણી હતી। સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વડતાલ મંદિર પરિસરમાં છેલ્લા પાંચેક દિવસથી ઇમારતોનું ઘનિષ્ટ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે જેમાં ૧૫૦ ઉપરાંત સેવક ભાઈબહેનો સેવા આપી રહ્યા છે ત્યારે એ જ સેવકો આજે ગામ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા
બહેનો નિજ ઘરના આંગણાં વાળે તેમ વડતાલની શેરી બજારો વાળતી હતી અને સાથે ગાતી હતી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં સફાઇ અભિયાન માટે આહવાન કર્યું છે અને તેની ધારી અસર થઇ રહી છે અને વડતાલ સંસ્થાને પણ તેને આવકાર્યું છે અને તે અંતર્ગત અવારનવાર સફાઈ તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજી સહયોગ આપી રહેલ છેઃ વડતાલ તીર્થભૂમિ છેઃ પવિત્ર ભૂમિ છે ત્યારે ગંદકીને જરાપણ સ્થાન નથી ! શેરી બજારમાં પડતો કચરો પૂંજો સાફ કરવાની આપણા બધાની ફરજ બની રહે છે
ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સ્વચ્છતા માટે ખાસ આજ્ઞા કરી છેઃ પણ એને અનુસરી રહ્યા છેઃ શ્રી હરિએ આજથી બસો વર્ષ પૂર્વે જગતને સ્વચ્છતાનો સંદેશ અાપ્યો હતો.! રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની સાચી ઉજવણી તેના સિદ્ધાંતોને અનુસરવામાં જ રહેલી છે એમ આચાર્ય મહારાજે જણાવ્યું હતું આ તમામ આયોજન શ્યામ સ્વામીએ કરેલ એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે.