Western Times News

Gujarati News

વડતાલમાં કેન્દ્રીયમંત્રી દેવુંસિંહ ચૌહાણનું આચાર્યશ્રી – સંતો દ્વારા સન્માન કરાયું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ભાઈ – બેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધનના પવિત્ર તહેવાર શ્રાવણી પુનમ રક્ષાબંધનના રોજ મંદિરના સભામંડપમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલ સત્સંગ સભામાં કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે રક્ષાસૂત્ર બંધી – પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા .

આ પ્રસંગે વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન સ્વા.દેવપ્રકાશદાસજી , મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી , સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી , શુકદેવ સ્વામી ( નાર ) , શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી , રામપુરા – સુરત મંદિરના કોઠારી પી.પી.સ્વામી , ટ્રસ્ટી બોર્ડના સભ્યો શંભુભાઈ કાછડીયા , સંજયભાઈ પટેલ , પ્રદિપભાઈ બારોટ તથા વડોદરાના હરિભક્ત પંકજભાઈ પટેલ કેન્દ્રીય મંત્રીનું સન્માન કર્યું હતું .

આ પ્રસંગે કેન્દ્રીમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણને કેસરી સાફો બાંધી બહુમાન કરી ; મહારાજશ્રીના હસ્તે માણીકીનું પ્રતિક અર્પણ કરાયું હતું . કેન્દ્રી મંત્રી દેવુંસિંહજી ચૌહાણએ પ્રસંગોચિત પ્રવચન કરી વડતાલ સંસ્થાનની વિવિધ સેવાઓને બિરદાવી હતી . પ્રસંગે ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી ,

કોઠારી ડ.સંત સ્વામી તથા શા.નૌતમપ્રકાશદાસજીએ મંત્રી દેવુંસિંહનો પરિચય આપી પ્રાસંગીક ઉદ્‌બોધન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સભામાં ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્યદંડક પંકજભાઈ દેસાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું .

પ્રારંભમાં વક્તા પૂજય નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સદ્‌ગુરૂ મુક્તાનંદ સ્વામીનું કથાચરિત્ર વર્ણવ્યું હતું . આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી કથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.