વડતાલમાં યોજાયેલું ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનનું નવમું અધિવેશન સંપન્ન
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી
ગુજરાતના વડતાલસ્થિત સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં આયોજિત ઇન્ડિયન જર્નલિસ્ટયુનિયનના નવમા પૂર્ણ અધિવેશનનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. જ્યાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ કાર્યક્રમની શોભા વધારી હતી. સી આર ઓ હબીબ ખાન દ્વારા ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનના સશક્ત અને સક્ષમનેતૃત્ત્વની સર્વસંમતિથી ચૂંટણીની ઘોષણા કરવામાં આવી.
ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયનની કમાન ગુજરાતના વરિષ્ઠ બી. આર.પ્રજાપતિને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તથા જી. પ્રભાકરનને મહાસચિવને સોંપવામાં આવી છે. ઉપાધ્યક્ષ વિનોદ કોહલી ચંડીગઢ, સચિવરાતુલ વોરા આસામ, નારાયણ પાંચાલ મહારાષ્ટ્ર અને વી. વિક્રમન કેરળ, કોષાધ્યક્ષ વિજય એન. મહેતા ગુજરાત સર્વસંમતિથીચૂંટાયા હતા. કાર્યકારિણીના સભ્ય તરીકે છત્તીસગઢના કે. નથમલ શર્મા, ઉત્તર પ્રદેશના ચંદ્રમણિ રઘુવંશી, ઓરિસાના નિરંજનબિસ્વાલ અને પંજાબના નવીન શર્મા ચૂંટાયા હતા. ચૂંટણીમાં ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ અખોરીએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું એ પૂર્ણ અધિવેશનમાં ઉત્તર પ્રદેશના ઉ.પ્ર. શ્રમજીવી પત્રકાર
યુનિયન(રજિસ્ટર્ડ)ના પ્રાંતિય અધ્યક્ષ ચંદ્રમણિ રઘુવંશી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ પી. સી. ચક્રવર્તી અને બિજનોરના ભૂતપૂર્વ જિલ્લા
અધ્યક્ષ જહીરરબ્બાની, ગુજરાતના વિજય અન. મહેતા, બાબુલાલ ચૌધરી, નરેન્દ્ર ત્રિવેદી અને જયંતિલાલા શેઠ, કેરળના બાબુ થોમસ અને અનિલવિશ્વાસન, છત્તીસગઢના હબીબ ખાન અને નથમલ શર્મા, ચંડીગઢના વિજય કોહલી, પંજાબના નવીન
શર્મા, મહારાષ્ટ્રથી નારાયણપાંચાલ, આસામથી રાતુલ વોરા, ઓરિસાથી નિરંજન બિસ્વાલ અને મુંબઈથી આવેલા દિલીપભાઈ પટેલે પણ તેમના વિચારો વ્યક્તકર્યા હતા. ઉપરાંત તમામ પ્રદેશના અનેક પ્રતિનિધિઓએ પણ તેમના વિચારો રજૂ કર્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકારોની સમસ્યાઓના નિવારણ માટે નક્કર પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું.મહાસચિવ જી. પ્રભાકરને સંગઠનના હિત માટે અનેક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યા, જેને સર્વસંમતિથી મંજૂર કરાયા હતા. આઅવસરે નવનિર્વાચિત અધ્યક્ષ બી. આર. પ્રજાપતિએ જણાવ્યું કે, સંગઠનને સશક્ત અને ગતિશીલ બનાવવા માટે તમામ શક્યપ્રયાસો કરીશ.