વડતાલ ધામના પૂ. સંત સ્વામીએ જણાવ્યું “હું પણ કોરોના વોરીયર્સ” છુ
નડિયાદ-સમગ્ર વિશ્ર્વ કોરોનાની મહામારી સામે લડી રહયું છે. આ મહામારીની લડાઇમાં ગુજરાત પણ સામેલ છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ લડાઇમાં દરેક નાગરીક જોડાઇ, પ્રજામા રોગ સામે જાગૃતિ કેળવાય અને સરકારના નિયમોનું પાલન કરે તે માટે “હું પણ કોરોના વોરીયર્સ”નું સુત્ર આપ્યું છે.
શ્રી સ્વામી નારાયણ સંપ્રદાયના વડતાલ ધામના શ્રી સંત સ્વામીએ જણાવ્યું હતું “હું પણ કોરોના વોરીયર્સ” છું. તેઓએ સૌ નાગરીકોને અપીલ કરી હતી કે, દરેક વ્યકિત પોતે સરકારી નિયમોનું પાલન કરે છે પરંતુ સાથે સાથે તેના સંપર્કમાં આવતા તમામ નાગરિકોને પણ તેનું પાલન કરવા જણાવે છે. વ્યકિત પોતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવશે, માસ્ક પહેરશે, સીનીયર સીટીઝન અને નાના બાળકોને બિન જરૂરી ઘરની બહાર જતા રોકશે તેમજ વારંવાર સાબુથી હાથ ધોવાની પ્રેરણા પણ પુરી પાડશે. આ નિયમોનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાશે.
તેઓશ્રી એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને તેના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સુઝ બુઝ સાથે “હું પણ કોરોના વારીયર્સ”નું સુત્ર આપ્યું છે. જેથી સરકારની સાથે સાથે વ્યકિત પોતે પણ પોતાના રક્ષણ માટે જાગૃત થાય અને તેના સ્વજનો, સ્નેહીઓને પણ આ નિયમો પાળવા માટે પ્રેરણા આપશે. જેથી સમગ્ર રાજયમાં માઉથ ટુ માઉથ પ્રચાર થશે અને દરેક વ્યકિતને આ રોગ સામે ની સાવચેતીઓ અને તેનાથી બચવાના ઉપાયોની જાણકારી મળશે. આમ, કરવાથી આ રોગનું સંક્રમણ નાથી શકાશે.