Western Times News

Gujarati News

વડતાલ નજીક ધુમ સ્ટાઇલે જતા બે કિશોરોનાં ઘટના સ્થળે જ મોત

નડિયાદ, નડિયાદના વડતાલનાં બે લબરમુછીયા યુવાનોને બેફામ સ્પીડે બાઇક ચલાવવાની કિંમત પોતાનાં જીવથી ચુકવવી પડી હતી. વડતાલનાં ગોમતી બગીચા નજીક ધૂમ સ્ટાઇલમાં દોડતી બાઇક દિવાલમાં ઘુસી ગઇ હતી. જેના પગલે પેટલાદનાં બે તરૂણોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વહેલી સવારે જ આવી ઘટના બનતા સમગ્ર વડતાલમાં ચકચાર મચી ગયો હતો.

પેટલાદનાં મહુડીયાપુરામાં રહેતો જયેશ સોલંકી (ઉ.વ ૧૭) અને દિક્ષિત પરમાર (ઉ.વ૧૩) વહેલી સવારે જ બાઇક લઇને મહુડીપુરાથી વડતાલ આવવા માટે નિકળ્યા હતા. વડતાલના ગોમતી નજીક બાઇક ખુબ જ સ્પીડથી લઇને તેઓ પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ જયેશે ગુમાવ્યો હતો. જેથી બાઇક સીધું જ સામે આવેલી દિવાલમાં ઘુસી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંન્નેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઉપરાંત બાઇકનો પણ કડુસલો વળી ગયો હતો.

પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે, બંન્નેને આર્મી/પોલીસ ભરતીમાં રસ હોવાથી બંન્ને રોજ વહેલી સવારે ગોમતીઘાટ કિનારે દોડવા માટે આવતા હતા. મહુડીપુરાથી બાઇક લઇને આવ્યા બાદ બંન્ને દોડતા હતા. દોડ પુરી થયા બાદ પરત ગામ ફરી જતા હતા. જો કે આજે અકસ્માત સર્જાયો હતો જેમાં બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે હાલમાં પોલીસે અકસ્માત મુદ્દે ચકલાસી પોલીસે તપાસ કરી રહી છે. બાઇકનું સ્ટેન્ડ પડેલું હોવાથી સવાલો સર્જાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.