વડદલા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્નેજાતા ૮થી વધુને ઈજા

વડોદરા તરફથી પેસેન્જર ભરેલા આઈશર ટેમ્પાએ અન્ય ફોર વ્હીલર સાથે અથાડી દેતા અકસ્માત સર્ફોજાતા ફોર વ્હીલર ટેમ્પો રોડ ઉપર પલટ્યો.
અકસ્માતના પગલે ટ્રાફીકજામ સર્જાતા વાહનોની લાંબી કતારો જામી : ઈજાગ્રસ્તોને ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્ખથે સેડાયા.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર સવારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં વડોદરા તરફ થી પેસેન્જર ભરેલા આઈશર ટેમ્પાએ અન્ય ફોર વ્હીલર ટેમ્પા સાથે અકસ્માત સર્જાતા ટેમ્પામાં સવાર મુસાફરો રોડ ઉપર પટકાતા તેમજ આઈશર ટેમ્પોની કેબિનમાં સવાર મુસાફરોને પણ ઈજા થતા તેઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢી ૧૦૮ એમ્યુલન્સ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તો અકસ્માતના પગલે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા.ભરૂચ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વડોદરા થી સુરત તરફ જઈ રહેલા આઈશર ટેમ્પા નંબર જીજે ૦૬ એએક્સ ૮૭૭૩ ના ચાલકે ભરૂચ નજીક વડદલા પાટિયા પાસે ઉભા રહેલા ફોર વ્હીલર પીકઅપ સાથે અથાડી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેના પગલે પીકઅપ ટેમ્પો રોડ ઉપર પલ્ટી મારી જતા તેમાં સવાર મુસાફરો અને ચાલકને ઈજા થઈ હતી.તો અકસ્માતમાં આઈશર ટેમ્પાની કેબીન ડાબી જતા તેમાં સવાર કેટલાક મુસાફરોને દબાઈ ગયા હતા.જેઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તો અકસ્માતમાં ૮ થી વધુ લોકોને ઈજા થયા હોવાની માહિતી સાંપડી રહી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અકસ્માતના પગલે રોડ ઉપર બંને વાહનો પૈકી એક વાહન પલ્ટી મારી જતા તેમજ લોકોના ટોળેટોળા એકત્ર થતા વડદલા થી નબીપુર તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે પોલીસને જાણ થતા પોલીસ કાફલાએ દોડી આવી અકસ્માત સર્જાયેલા વાહનોને રોડ ઉપર થી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત આરંભી હતી.