વડાપ્રધાનના આંસુઓની નહીં, લોકોને ઓકિસજનની જરૂર : રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોરોનાથી જીંદગી મોતની લડાઇ લડી રહેલ લોકોને વડાપ્રધાનના આંસુઓની નહીં પરંતુ ઓકિસજનની જરૂર છે. વડાપ્રધાન ફકત પોતાની માર્કેટિંગમાં વ્યસ્ત રહે છે.જયારે લોકો માર્ગો હોસ્પિટલોમાં ઓકિસજનની વગર અંતિમ શ્વાસ લઇ રહ્યાં હતાં ત્યારે વડાપ્રધાન બંગાળમાં રેલીઓ કરી રહ્યાં હતાં જયારે પહેલીવાર કોરોનાએ દેશમાં દસ્તક આપી ત્યારે તે કામની જગ્યાએ થાળી વગાડવાનું કહી રહ્યાં હતાં.
કોરોના પર કોંગ્રેસે શ્વેત પત્ર જારી કરી રહાલુે સરકારને ચાર સુચન આપ્યા હતાં તેમણે કહ્યું કે મજાક ઉડાવવાની જગ્યાએ મોદી ત્રીજી લહેર પર ધ્યાન આપે હકીકતાં તેમનો ઇશારો પૂર્વ વડાપ્રધાનના તે પત્ર તરફ હતો જેમાં તેમણે મોદીને કેટલાક સુચન આપ્યા હતાં પરંતુ સરકારે તેને માનવાની જગ્યાએ પોતાના એક મંત્રીને મનમોહનસિંહ પર હુમલાની જવાબદારી સોંપી દીધી રાહુલ ગાંધીનું કહેવું હતું કે તેમણે પણ સરકારને અનેક સુચન આપ્યા હતાં પરંતુ સરકારે તેની પણ મજાક બનાવી પરંતુ જયારે સ્થિતિ ખરાબ થઇ તો તેને માની પણ લીધી રાહુલે કહ્યું હતું કે સરકારે આ વલણ છોડવું પડશે
રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રીજી લહેર માથા પર ઉભી છે વાયરસ તેજીની સાથે ખુદને બદલી રહ્યું છે. સરકાર ૧૦૦ ટકા લોકોને રસી લગાવવાની વ્યવસ્થા કરે વસ્તીના એક ભાદને વેકસીન લગાવવાથી વાત બનશે નહીં તેમણે કહ્યું કે કોરોના સંકટમાં સરકાર પુરી રીતે નિષ્ફળ રહી છે કોંગ્રસ નેતાએ સલાહ આપી કે સરકાર ભુલોથી પાઠ શીખી ત્રીજી લહેરનો સામનો કરે
તેમણે કહ્યું કે ત્રીજી લહેરની તૈયારી માટે શહેરોથી લઇ ગામો સુધી ઓકિસજન બેડ દવા મેડિકલ ઇફ્રાસ્ટ્રકચરને મજબુત કરવું પડશે જયારે ત્રીજી લહેર આવશે તો શહેરથી લઇ ગામ સુધી તૈયારી યોગ્ય હોવી જાેઇએ બીજી લહેરની જેમ લોકો માર્ગ પર ભાગતા જાેવા ન મળે આવું થયું તો સ્થિતિ ખુબ વધુ ભયાનક થઇ જશે
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના બાયોલોજિકલ બીમારી નથી કોરોના ઇકોનોમિક સોશલ બીમારી છે હાલ નબળા લોકોને આર્થિક સહાયતા આપવાની જરૂરત છે સરકાર ગરીબોની પાસે ડાયરેકટ પૈસા પહોચાડે તેમનું કહેવું હતું કે કોંગ્રેસે એક યોજના તેના માટે આપી છે સરકાર ઇચ્છે તો તેનું નામ બદલીને લાગુ કરી શકે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોવિડ કંપનસેશન ફંડ બનાવવું જાેઇએ જે પરિવારમાં વડાનું મોત થયું તો તેને કોવિડ ફંડમાંથી સહાયતા આપવામાં આવે સરકારે ઓપન માઇડથી કામ કરવું પડશે ભાજપ બિન ભાજપ કરવાથી સ્થિતિ વધુ ખરાબ થશે તેમનું કહેવું હતું કે સરકાર આટલા મોટા સંકટમાં પણ ભાજપ બિન ભાજપની લડાઇ લડી રહી છે તેમનું કહેવું હતું કે દેશ અહીંના લોકોનો છે આ ન તો કોંગ્રેસનો છે અને ન તો ભાજપનો સરકારે લોકોની પરેશાની દુર કરવા માટે દરેક શકય પગલા ઉઠાવવા જાેઇએ