વડાપ્રધાનના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે સવાલક્ષ મહામ્રુત્યુંજય જાપ
માન.વડાપ્રધાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી માન. નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબના ના હસ્તે મહાપુજા કરવામાં આવેલ, તેમજ દીર્ધ આયુષ્ય માટે મંત્રજાપ વિગેરે કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી,તીર્થપુરોહિત પણ આ પુજામાં જોડાયા. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષશ્રી, માન.ટ્રસ્ટી સેક્રેટરી શ્રી તથા સર્વે ટ્રસ્ટીશ્રીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.સાયં સમયે શ્રી સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે . સાંસદ શ્રી ચુનિભાઇ ગોહેલ દ્વારા માન. વડાપ્રધાન શ્રી ના જન્મદિને શ્રી સોમનાથ મંદિરે સવાલક્ષ મહામ્રુત્યુંજય જાપ કરાવવામાં આવેલ.