વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટને સરકારી કંપનીઓએ ફેઇલ કર્યો
નવીદિલ્હી: ડીજીટલ ઇન્ડિયા જેવી મહત્વપૂર્ણ યોજનાઓને સાકાર કરવા માટે બનેલા ભારત નેટ પ્રોજેકટને સરકારી કંપનીઓએ ફેલ કરી દીધો છે ભારત નેટ પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજકટ માનવામાં આવે છે આઇટી માટે સંસદીય સમિતિએ બીએસએનએલ અને રેલટેલ સહિત ત્રણ કંપનીઓને નકામી ગણી છે. આ સાથે જ સમિતિએ પણ માન્યુ છે કે ખાનગી કંપનીઓ આ ડ્રીમ પ્રોજેકટને પુરો કરવામાં સરતારી કંપનઓ કરતા સારૂ કામ કરત
સંસદીય સ્થાયી સમિતિએ લોકસભાને સોંપેલ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ ડ્રીમ પ્રોજેકટ ભારતનેટને પુરો કરવા માટે જે રીતે ત્રણ સરકારી કંપનીઓએ કામ કર્યું છે તેનાથી ખબર પડે છે કે તેમની પાસે આ પ્રોજેકટને પુરો કરવા માટેની યોગ્યતા અને સંશાધનો અભાવ હતો સમિતિએ અમે પણ કહ્યું છે કે આ પ્રોજેકટને અન્ય ખાનગી એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સારી રીતે પુરો કરી શકે છે.
ભારત નેટ પ્રોજેકટને પુરો કરવા સરકારે ત્રણ કંપનીઓ પસંદ કરી હતી જેમાં બીએસએનએલ રેલટેલ પાવર ગ્રીડ કોર્પોરેશન સામેલ હતાં આ પ્રોજેકટનો હેતુ આખા દેશની ૨.૫૦ લાખ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર દ્વારા ફાસ્ટ ઇન્ટરનેટ પહોંચાડવાનો હતો આ ડ્રીમ પ્રોજેકટને ડીજીટલ ઇન્ડિયાનો આધાર ગણવામાં આવ્યો ગતો સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ડીજીટલ ઇન્ડિયાની સફળતા ભારતનેટની સફળતા પર આધારિત છે.
આ પ્રોજેકટ બે તબક્કામાં પુરો કરવાનો હતો પણ પહેલા તબક્કામાં રેલટેલે બાકી બંન્ને કંપનીઓની સરખામણીમાં અત્યંત ખરાબ પ્રદર્શન કર્યું હતું ત્યાર પછી ભારત નેટના બીજા તબક્કા માટે રેલટેલને હટાવી દેવાઇ હતી કમિટિએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ખરાબ પ્રદર્શનને જાેતા રેલટેલને બીજા તબક્કામાં કોઇ કામ એલોર્ટ નહોતું કરાયું