વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરાયો
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) પંજાબ ખાતે રેલી માટે જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રસ્તામાં રોકવામાં આવતાં પંજાબની કોંગ્રેસ સરકાર સામે ગુજરાત ભરમાં ભાજપ દ્વારા ભારે રોષ ઠાલવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે
ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુરના મુકેશ્વર મહાદેવ મંદિર અને ધોળેશ્વર મંદિર તેમજ ડેભારીના પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીના દીર્ઘાયુષ્ય માટે આયોજીત મહામૃત્યુંજય જાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા સામે વિરપુર ખાતે પંજાબની કોંગ્રેસ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો
આ કાર્યક્રમમાં વિરપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિરીટભાઈ પટેલ,વિરપુર તાલુકાના અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પંડયા ,ખેડા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ,જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીનભાઇ શુક્લ,
વિરપુર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન પ્રદિપભાઇ શેઠ,જીલ્લા યુવા મોરચાના પૂર્વ મંત્રી મનન દાણી, વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર દીપકભાઈ તલાર સહિત વિરપુર ભા.જ.પા ના કાર્યકર ઉપસ્થિત રહી વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો.*