વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક બાબતે સોનિયા ગાંધી ચન્નીથી ખુશ નથી

નવીદિલ્હી, મોદીની સુરક્ષા ચૂક ઘટનામાં એક તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબ પોલીસના બચાવમાં લાગી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચન્નીને કહ્યું છે કે વડાપ્રધાન આખા દેશના છે એટલે સુરક્ષામાં પુરુ ધ્યાન રાખવાની જરૂર હતી.
સોનિયા ગાંધીએ ચન્નીને તાકીદ કરી છે કે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. સુરક્ષા ચૂકની ઘટના પછી કોંગ્રેસના મોટા મોટા નેતાઓ જયારે આખી ઘટનાને નૌટંકી તરીકે બતાવી રહ્યા હતા ત્યારે સોનિયાએ પંજાબ મુખ્યમંત્રીને તાકીદ કરીને બધાને ભોંઠા પાડી દીધા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકના મામલો વધારે ગરમાઇ રહ્યો છે. એક તરફ જયાં ભાજપ પંજાબ સરકાર પર હમલા કરી રહી છે તો બીજી તરફ મુખ્યમંંત્રી ચન્ની સુરક્ષા ચૂકનો ઇન્કાર કરી રહ્યા છે. આ વચ્ચે સોનિયા ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી અને તાકીદ કરી હતી કે જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
સોનિયા ગાંધીએ ચન્નીને કહ્યુ હતું કે વડાપ્રધાન આખા દેશના છે, તેમની સુરક્ષામાં પુરુ ધ્યાન રાખવું જાેઇએ. તેમના માટે પુરો બંદોબસ્ત રાખવાની જરૂર હતી.પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આજતકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે છેલ્લી ઘડીએ વડાપ્રઘાનસ્ના કાર્યક્રમમમાં બદલાવ થયો હતો.
વડાપ્રધાન હેલિકોપ્ટરથી જવાના હતા, પરંતુ અચાનક રોડ માર્ગથી જવાની યોજના બની ગઇ હતી. એમાં પોલીસની કોઇ ભૂલ નથી. ચન્નીએ કહ્યું કે પ્રદર્શનકારીઓ જે જગ્યાએ રસ્તા પર બેઠા હતા, તેનાથી એક કિ.મી. દુર પહેલા વડાપ્રધાનના કાફલાને રોકી દેવાયો હતો, તો એમાં જાેખમ કયાં ઉભું થયુ? જાે કે સોનિયા ગાંધીની સુચના પછી પંજાબના મુખ્યમંત્રીએ ઁમોદીની સુરક્ષા ચૂકની તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવી છે.HS