વડાપ્રધાનની સુરક્ષા ચૂક મામલે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જસ્ટીસના અધ્યક્ષ પદ નીચે પાંચ સભ્યોની કમિટીની રચના કરતા હવે સત્ય ઉજાગર થશે!

ભારતની સુપ્રીમકોર્ટે રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે વડાપ્રધાનની સુરક્ષા ચૂક મામલે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જસ્ટીસ ઇન્દુબેન મલ્હોત્રાના અધ્યક્ષ પદ નીચે પાંચ સભ્યોની કમિટીની રચના કરતા હવે સત્ય ઉજાગર થશે!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા ની છે તેમની અધ્યક્ષતામાં પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષા ચૂક માટે કોણ જવાબદાર છે? તેની તપાસ કરશે! સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના,
જસ્ટીસ શ્રી સૂર્યકાંત અને જસ્ટીસ હીમાબેન કોહલી એ તપાસ કમિટી માં એનઆઈએના ઈન્સ્પેક્ટર જનરલ ને, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓફ ચંદીગઢ અને ચંદીગઢ હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ સામેલ કર્યા છે જ્યારે પંજાબના એડિશનલ ડીજીપી (સિક્યુરીટી) પેનલમાં નિયુક્ત કરાયા છે હવે સુપ્રીમકોર્ટે રચેલી પેનલ એ નક્કી કરશે કે સુરક્ષા ચૂક માટે કોણ જવાબદાર છે? આ દરમિયાન પંજાબમાં ચૂંટણી હોય રાજકારણ ગરમાયું છે!
અને રસપ્રદ વાત એ છે કે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રીમતી ઇન્દિરા ગાંધીના વિચારો તેમના પોસ્ટર સાથે ટાંકવામાં આવી રહ્યા છે! નીચેની તસવીર ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની છે બીજી તરફ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શબ્દો પણ ટાંકીને પોસ્ટર યુદ્ધ ચાલે છે?!
ત્રીજી તસવીર દેશના રાષ્ટ્રધ્વજની છે તેને માટે સમર્પણની ભાવના નેતાઓએ અભિવ્યક્ત કરી હતી! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
‘જીવો એવી રીતે જાણે કાલે મૃત્યુ પામવાના છો અને શીખો એવી રીતે કે તમે કદી મૃત્યુ પામવાના નથી’
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘‘જીવો એવી રીતે જાણે આવતીકાલે તમે મૃત્યુ પામવાના છો અને શીખો એવી રીતે જાણે તમે કદી મૃત્યુ પામવાના નથી”!! જ્યારે અમેરિકાના પ્રમુખ થીયોડોર રુઝવેલ્ટે કહ્યું છે કે ‘‘ખરા અને ખોટા વચ્ચે તટસ્થ રહેવું એને ન્યાય ન કહેવાય પરંતુ અસત્ય સામે સત્ય ને ખોળી કાઢીને તેને પકડી રાખવું તેને ‘ન્યાય’ કહેવાય’!!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષા માં થયેલી ચુક નો વિવાદ ભારત સુપ્રીમકોર્ટ માં પહોંચ્યો તે યોગ્ય જ થયું છે હવે ખબર પડશે જવાબદારી કોઇ એક પક્ષની હતી કે બે પક્ષોની હતી? કારણ કે એવું કહેવાય છે કે દેશના વડાપ્રધાનની, રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી જે તે રાજ્યની સાથે કેન્દ્રીય એજન્સીઓ ની પણ ગણાય પણ હવે ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ હિન્દુ મલ્હોત્રા ની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે જેનું ઝડપી તારણ બહાર આવશે એવું મનાય છે!