વડાપ્રધાનને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી દ્વારા ભાવસભર વિદાય અપાઇ
સરદાર સાહેબની જન્મ જ્યંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવા અને રાષ્ટ્રીય એકતા પરેડ માટે ગુજરાત આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થયા ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે તેમને સરદાર સાહેબની ચિત્ર પ્રતિકૃતિ અર્પણ કરી વિદાય આપી હતી.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રી બીજલબહેન પટેલ, સામાન્ય વહીવટ વિભાગના પ્રોટોકોલના અગ્રસચિવ શ્રી કમલ દયાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.એમ.બાબુ અને પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટીયા તેમજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી વગેરે આ વેળાએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને વિદાય આપી હતી.