વડાપ્રધાને કોંગ્રેસના ધોષણા પત્રને તોડી મરોડી રજુ કર્યો: ચિદમ્બરમ

નવીદિલ્હી, કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે કિસાનોથી જાેડાયેલ વિધેયકોને લઇ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રવકતાઓ પર નિશાન સાધ્યું હતું ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રવકતાઓએ કોંગ્રેસના ૨૦૧૯ના ધોષણાપત્રને ખોટા ઇરાદાથી તોડી મરોડી રજુ કર્યો છે એ યાદ રહે કે કિસાનોથી જાેડાયેલ બિલોને લઇ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને છે જયારે કિસાન પણ આ વિધેયકોને લઇ પ્રદર્શન કરી રહ્યાં છે.
ગત વર્ષ સામાન્ય ચુંટણી પહેલા કોંગ્રેસે કૃષિ કાનુનમાં પરિવર્તનનું સુચન કર્યુ ંહતું જેને કૃષિ બજાર ઉત્પાદન સમિતિ (એએમપીસી) અધિનિયમને ખતમ કરવાના રૂપમાં જાેવામાં આવી રહી હતી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રસ્તાવિત વિધેયક પણ કંઇક આ રીતનું છે અને ભાજપ પોતાનો બચાલ કરવા માટે તેનો સહારો લઇ રહી છે.જાે કે પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમને કહ્યું છે કે અમે એ સ્પષ્ટ કર્યું હતું કે એપીએમસી અધિનિયમને સમાપ્ત કરતા પહેલા કિસાનો માટે અનેક કૃષિ બજાર બનાવવામાં આવશે જેથી કિસાન પોતાના પાતને સરળતાથી વેચી શકે.
ચિદમ્બરમે કહ્યું કે વડાપ્રધાન અને ભાજપના પ્રવકતાઓ જાણી તોડી મરોડીને રજુ કરી રહ્યાં છે. કિસાનોને અનેક એવા બજારોની જરૂરત છે જયાં તે સરળતાથી પહોંચી શકે અને પોતાના પાકને ખુલ્લી રીતે વેચી શકે.કોંગ્રેસના પ્રસ્તાવમાં કિસાનો માટે એ કહેવામાં આવ્યું હતું પૂર્વ નાણાંમંત્રીએ કહ્યું કે અમે અમારા ઘોષણાપત્રમાં એ પણ વચન આપ્યું હતું કે કૃષિ ઉત્પાદન કંપનીઓ સંગઠનોને પ્રોત્સાહિત કરશું જેથી કિસાનોનો ખર્ચ ટેકનીકી અને બજાર સુધી પહોંચી શકે અમે એ પણ કહ્યું હતું કે યોગ્ય માળખાકીય સુવિધા તથા મોટા ગામો અને નાના કસ્બામાં સહયોગથી કૃષિ બજાર સ્થાપિત કરવામાં આવે જેથી કિસાન પોતાની ઉપજ લાવી શકે અને ખુલ્લી રીતે વેચી શકે એકવાર આ કામ પુરૂ થયા બાદ એપીએમસી કાનુનોને બદલી શકાય છે. ચિદમ્બરમે પોતાના એક ટ્વીટમાં કહ્યું મોદી સરકાર દ્વારા જે કાનુન પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે એમએસપીના સિધ્ધાંત અને જાહેર ખરીદ પ્રણાલીને બરબાદ કરી દેશે.HS
![]() |
![]() |