Western Times News

Gujarati News

વડાપ્રધાને જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી અને ઇટાલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી

જી-૨૦ના પરિણામો વિશે ચર્ચા કરી

નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની, બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ફોન કર્યો

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટાલીને તેના મુક્તિ દિવસ પર અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ઇટાલીમાં જી-૭ સમિટમાં ભારતને આમંત્રણ આપવા બદલ આભાર પણ માન્યો હતો. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યોર્જિયા મેલોની દ્વારા આ વર્ષે જૂનમાં ઇટાલીમાં યોજાનાર જી-૭સમિટ આઉટરીચ સત્રમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી અને ઇટાલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી.

જૂનમાં જી-૭ સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. જી-૭એ ભારતમાં યોજાયેલા જી-૨૦ ના પરિણામોને આગળ વધારવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. જી-૭ સમિટ આઉટરીચ સત્ર ૧૩ જૂનથી ૧૫ જૂન દરમિયાન યોજાશે. મોદી અને જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી જી-૭ સમિટમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથને પ્રોત્સાહન આપવા માટે, ભારતના જી-૨૦ પ્રમુખપદના મુખ્ય પરિણામોને આગળ લઈ જવાની રીતો પર ચર્ચા કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.