વડાપ્રધાને પ્રણવ મુખર્જીને શ્રધ્ધાંજલી અર્પિત કરી

નવીદિલ્હી, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે દિલ્હી કૈંટ ખાતે સૈન્ય હોસ્પિટલમાં નિધન થયું હતું તેમના શબને અંતિમ દર્શન માટે ૧૧ રાજાજી માર્ગ પર રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તેમના આવાસ પર જઇ શ્રધ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન ઉપરાંત દેશના રક્ષામંત્રી,લોકસભા અધ્યક્ષ સીડીએસ સહિત ત્રણેંય સેનાના વડાઓએ પણ પૂર્વ રાષ્ટ્રપતિને તેમના નિવાસ પર શ્રધ્ધાજલિ અર્પિત કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે પ્રણવ મુખર્જી એક શૂન્ય છોડી ચાલ્યા ગયા છે તે ઉદાર અને દયાલુ હતું જે મને એ ભુલાવી દેતા હતાં કે હું ભારતના રાષ્ટ્રપતિથી વાત કરી રહ્યો છું. રાજનીતિક મતભેદો છતાં તમામને પોતાના બનાવવાની તેમની પ્રકૃતિમાં હતું તેમને હંમેશા યાદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી,કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રણવ મુખર્જીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. પ્રણવ મુખર્જીના શબના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ પહેલા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના નિવાસ સ્થાને પહોંચીને તેમના પાર્થિવ દેહને ફુલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા,સપાના નેતા અખિલેશ યાદવ અને બસપાના પ્રમુખ માયાવતીએ પણ શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.HS