વડાપ્રધાને મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
ઈમ્ફાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું- કોરોનાની વિરુદ્ધ આપણે તાકાતથી લડતા રહેવાનું છે, વિજયી થવાનું છે. આ ઉપરાંત વિકાસના કામોને પણ સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાના છે
કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપ્યું છે. આ પ્રોજેક્ટ પર ૩,૦૫૪.૫૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે.
આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સામેલ થાય હતા. પ્રોજેક્ટની શરૂઆત કરતા મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે પૂર્વ અને ઉતર-પૂર્વ ભારત બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ઘણા લોકોના મૃત્યુ થયા છે. ઘણા લોકોને ઘર છોડવાનો વારો પણ આવ્યો છે. તમામ પરિવારો સાથે મારી સંવેદના જોડાયેલી છે. સમગ્ર દેશ તમારી સાથે ઉભો છે. ભારત સરકાર તમામ રાજ્ય સરકારોની સાથે મળીને જરૂરિયાતો પુરી કરવાની સતત કોશિશ કરી રહી છે.
વડાપ્રધાને કોરોનાનો સામનો કરવા બાબતે રાજય સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું મણિપુરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાત-દિવસ મહેનત કરી રહી છે. લોકડાઉનમાં લોકોને પરત લાવવા સહિત રાજ્ય સરકારોએ દરેક જરૂરી પગલાઓ ભર્યા છે. સંકટના આ સમયમાં ગરીબોની આ રીતે મદદ કરવી જોઈએ.