વડાપ્રધાને રૈનાને કહ્યું, તમારા માટે રિટાયરમેંટ શબ્દનો ઉપયોગ કરવા માંગતો નથી તમે જવાન છો
નવીદિલ્હી, મહેન્દ્રસિંહ ધોનીની સાથે કેરિયરના તમામ ચઢાવ ઉતારના સાથી રહેલ સુરેશ રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય પણ તેની સાથે કર્યો પોતાના પસંદગીના સુકાની અને મેંટર ધોનીનું અનુકરણ કરતા રેનાએ ૧૫ ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાંબોપત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રૈનાને યુવા બતાવ્યા છે. આ સાથે જ તેમની બેટીંગ ફિલ્ડીંગ સુકાની અને બોલીગની પણ પ્રશંસા કરી છે વડાપ્રધાન મોદીએ આ પત્રમાં સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચોધરી,બેટી ગ્રેસિયા અને પુત્ર રિયોનો પણ ઉલ્લેખ કર્યો છે તેમણે સ્વચ્છ ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણમાં યોગદાન માટે પણ રૈનાની પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ રૈના માટે પત્ર લખતા કહ્યું કે પ્રિય સુરેશ રૈના,તમે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો છે હું અહી રિટાયર શબ્દનો પ્રયોગ નહીં કરૂ કારણ કે હાલ તમે યુવા અને ઉર્જાવાન છો તમે ક્રિકેટના મેદાનમાં એક ઉપયોગી ઇનિગ્સ બાદ જીવનની બીજી ઇનિગ્સ રમી રહ્યો છે ક્રિકેટમાં તમારો રસ ખુબ નાની ઉમરથી મુરાદનગરમાં શરૂ થઇ ગયો હતો ત્યારબાદ લખનૌના મેદાનમાં તમે તમારા પગ મુકયા ત્યારબાદ તમારી મહત્વપૂર્ણ યાત્રા થઇ તમે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે આગળ લખ્યું કે એક એવા દેશનું પ્રતિનિધિત્વ કર્યું જે તમને ખુબ પ્રકેમ કરે છે તમે ક્રિકેટના ત્રણેય ફોર્મેન્ટમાં રમ્યા.આવનાર પેઢીઓ તમને ફકત એક બેટસમેનના રૂપમાં નહીં પરંતુ એક ઉપયોગી બોલર અને જયારે તક મળી તમે સુકાની માટે પણ યાદ રાખશે મેદાન પર તમારી ફિલ્ડીંગ પ્રેરણાદાયક રહી તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કંઇક શાનદાર અને યાદગાર કેચ પકડયા ફિલ્ડીંગથી તમે કેટલા રન રોકયા તેની ગણતરી સરળ હશે નહી.
તેમણે આગળ લખ્યું છે કે ખેલ જગતથી જાેડાયેલ લોકો મેદાન પર અને મેદાનની બહાર તમારા આચરણને પસંદ કરશે તમારી લડાકુ યોગ્યતા યુવાઓને પ્રેરિત કરશે તમારા કેરિયરમાં તમારી ઇજાઓ ઉપરાંત પણ અનેક આંચકા લાગ્યા પરંતુ તમે દરેક વખતે તેનાથી બહાર આવી મેદાનમાં પાછા ફર્યા. સુરેશ રૈનાને ટીમ સ્પ્રિટનો પર્યાય માનવામાં આવશે. મોદીએ લખ્યું કે તમે તમારો સમય જયારે પ્રિયંકા ગ્રેસિયા અને રિયોની સાથે બતાવી શકશો ખેલ જગતમાં તમારા યોગદાન માટે યુવાનોને પ્રેરણા આપવા માટે તમારો આભાર.HS