વડાપ્રધાને સંસદના નવા મકાનનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યું
નવી દિલ્હી, ભારતમાં નવા સંસદ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. લગભગ ૯૭૧ કરોડ રુપિયાના ખર્ચે બનનારા સંસદના નવા બિલ્ડિંગ માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. હિન્દુ વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ચાર માળના નવા સંસદ ભવનના નિર્માણ માટે ૯૭૧ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે અને ૬૪,૫૦૦ વર્ગ મીટર ક્ષેત્રફળમાં તૈયાર કરવાનો પ્રસ્તાવ છે. તેનું નિર્માણકાર્ય ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. નવી ઈમારતને ભૂકંપથી નુકસાન ના થાય તે રીતે ડિઝાઈન કરવામાં આવશે.
પ્રત્યેક સંસદ સભ્યને ફરી નિર્માણ પામનારા શ્રમશક્તિ ભવનમાં કાર્યકાળ માટે ૪૦ વર્ગ મીટર જગ્યા આપવામાં આવશે, જેનું નિર્માણકાર્ય ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. નવા સંસદ ભવનના નિર્માણ માટે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ક્રમશઃ રાજ્યસભા અને લોકસભામાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કર્યું હતું. લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલી એક જાહેરાતમાં જણાવાયું હતું કે નવા સંસદ ભવનની ડિઝાઈન અમદાવાદના મૈસર્સ એચસીપી ડિઝાઈન અને મેનજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
નવા સંસદ ભવનમાં તમામ આધુનિક ઓડિયો-વીડિયો ટેક્નોલોજી અને ટાટા નેટવર્કથી સજ્જ હશે. એ સુનિશ્ચિત કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, નિર્માણ કાર્ય દરમિયાન સંસદના સત્રોના આયોજનમાં ઓછામાં ઓછી ખલેલ પડે અને પ્રયાવરણ સંબંધી તમામ સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવશે. લોકસભા સચિવાલય મુજબ નવા સંસદ ભવનના લોકસભા કક્ષમાં ૮૮૮ સભ્યોની વ્યવસ્થા હશે, જેમાં સંયુક્ત સત્ર દરમિયાન ૧૨૨૪ સભ્યોની બેઠક વ્યવસ્થા હશે. આ પ્રકારે, રાજ્ય સભા કક્ષમાં ૩૮૪ સભ્યોની બેઠક વ્યવસ્થા હશે.
નવા સંસદ ભવનમાં ભારતની ગૌરવશાળી ઇતિહાસને પણ દર્શાવવામાં આવશે. દેશના ખુણા-ખુણાથી શિલ્પકાર પોતાની કળા અને યોગદાનના માધ્યમથી આ ભવનમાં સાંસ્કૃતિક વિવિધતાનો સમાવેશ કરાશે. નવા સંસદ ભવન અત્યાધુનિક, ટેક્નોલોજીની સુવિધાઓ હશે અને ઉર્જા કુશલ હશે. હાલ સંસદ ભવનની જાેડે ત્રિકોણીય આકારની નવી ઈમારત સુરક્ષા સુવિધાઓથી ભરપુર હશે. નવી લોકસભાનું આકાર ત્રણ ગણું મોટું હશે અને રાજ્યસભાના આકારમાં વૃદ્ધિ કરાઈ છે. નવા ભવનની સજ્જામાં ભારતીય સંસ્કૃતિ, સ્થાનિક કળા, શિલ્પ અને વાસ્તુકળાની વિવિધતાની ઝલક જાેવા મળશે.SSS