વડાપ્રધાને સાયરા બાનો સાથે ફોન પર વાત કરી સંવેદના વ્યક્ત કરી

મુંબઇ: બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે ૯૮ વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા જયારે તેમની દફનવિધિ મુંબઇમાં કરવામાં આવી હતી.તેમના નિધનથી દેશમાં તથા બોલીવુડમાં શોકની લહેર પ્રસરી ગઇ હતી દિલીપ કુમારના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પીએમ મોદી, રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, દિગ્વિજય અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી ે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે સાયરા બાનો સાથે ફોન પર વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. આ ઉપરાંત પીએમએ ટ્વીટ લખી કે દિલીપ કુમારજીએ ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કારણે દરેક ઉંમરના લોકો તેમના ફેન રહ્યા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે મોટો ઝટકો છે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ દિલીપકુમારના નિધન પર શોક વ્યકત કર્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી દિલીપ કુમારને શ્રદ્ધાંજલી આપી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો અને ફેન્સના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલીપ કુમારને યાદ કરતા લખ્યુ કે દિલીપ સાહેબ એક અદભૂત કલાકાર હતા. જેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અદૂભૂત કામ કર્યુ. ગંગા જમુનામાં તેમના પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી દિલીપ કુમાર જી નથી રહ્યા. ફિલ્મ જગતના એક યુગનો અંત, પરિવારજનોને અમારી સંવેદનાઓ. તેમના પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને લખ્યું શ્રી દિલીપ કુમારજીના રુપમાં આજે આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા છે. ભારતીય સિનેમામાં પોતાના અસાધારણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરાશે. મનોરંજન જગત માટે આ અપૂર્ણીય ક્ષતિ છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ટ્વીટમાં લખ્યું કે હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારજીના ચાલ્યા જવુ બોલિવુડનો એક અઘ્યાય પુરો થવા સમાન છે. તે આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર તેમની દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.