વડાપ્રધાન ઇમરાન ખાને અઢી વર્ષમાં ત્રીજા નાણાંમંત્રી નિયુકત કર્યા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નાણાંમંત્રી ડો અબ્દુલ હફીઝ શેખને પદ પરથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી હમ્મદ અઝહરને નવા નાંણા મંત્રી નિયુકત કર્યા છે માહિતી મંત્રીએ આ માહિતી આપી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વધતી મોંધવારીને ધ્યાનમાં રાખી નવી નાંણા ટીમને લાવવાનો નિર્ણય કર્યો છે.
ખાને ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદથી નાણાં મંત્રાલય સંભાળનાર અઝહર ત્રીજા મંત્રી હશે ફરાજે કહ્યું કે આગામી એક બે દિવસ અનેક અન્ય પરિવર્તનના સંબંધમાં માહિતી સામે આવી શકે છે.
ઇમરાન ખાનની સરકાર બન્યા બાદ પાકિસ્તાનની જીડીપી ૫.૬ ટકાથી ઘટી -૦.૪ ટકા સુધી આવી ગઇ છે. અમરાન ખાને પોતાના નાણાં મંત્રીને એવા સમયે બદલ્યા છે જયારે એકવાર ફરીથી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી તને ૬ અબજ ડોલરની બેલઆઉટ રકમ આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્પરીય મુદ્રા કોષે પાકિસ્તાનના આર્થિક સુધારાને લઇ ઉઠી રહેલા સવાલોને ધ્યાનમાં લઇ બેલઆઉટ પેકેજ એક વર્ષ માટે રોકી દીધુ હતું.
તાજેતરમાં સીનેટ ચુંટણીમાં યુસુફ રજા ગિલાનીથી હાર્યા બાદ શેખના રાજનીતિક ભવિષ્યને લઇ અનિશ્ચિતતા બની હતી શેખને ગત વર્ષ નાંણાં મંત્રી બનાવવામાં આવ્યા હતાં જાે કે તે સંસદના સભ્ય ન હતાં.