વડાપ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની આદતથી મજબુર છે વૈશ્વિક મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી પોતાની ટીકાઓ બાદ પણ તે તેનાથી દુર રહી શકતા નથી હવે એકવાર ફરી તેમણે કાશ્મીરનો રાગ આલાપ્યો છે પાકિસ્તાનના વડાપ્રધાને આજે ટ્વીટ કરી કહ્યું કે ભારતે ગત સાત દાયકામાં કાશ્મીરના લોકોની અવાજને દબાવાયો છે પરંતુ પાકિસ્તાન કાશ્મીરના લોકોની સાથ આપશે.
ઇમરાન ખાને જમ્મુ કાશ્મીરને લઇ સતત અનેક ટ્વીટ કર્યા તેમણે કહ્યું કે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રના નિયમો હેઠળ જમ્મુ કાશ્મીરના મુદ્દાનો ઉકેલ ઇચ્છે છે ભારતે એકવાર ફરી ગીદડભભકી આપતા ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીરની નવી પેઢી પોતાની લડાઇ લડી રહી છે અને પાકિસ્તાન તેમની સાથે છે તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાના તરફથી શાંતિ માટે બે પગલા વધારવા માટે તૈયાર છે.
એ યાદ રહે કે ઇમરાન ખાન અનેક વાર જમ્મુ કાશ્મીરના મુદ્દાને ઉઠાવી ચુકયા છે તેમણે દેશમાં આપેલા પોતાના ભાષણો અને આંતરરાષ્ટ્રીય મંચ પર સંબોધન દરમિયાન કાશ્મીરનો ઉલ્લેખ કર્યો છે જાે કે તેમને અનેકવાર ટીકાનો સામનો કરવો પડયો છે કારણ કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને આ ચર્ચાનો વિષય નથી.HS