વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા વિષે મોટા ષડયંત્રનો ખુલાસો
એનઆઇએએ એક પત્ર લખીને વડાપ્રધાન મોદીની હત્યાની ધમકીવાળા ઇમેઇલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે.
નવીદિલ્હી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા વિષે મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે રાષ્ટ્રીય તપાસ એજન્સીને કેટલાક ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઇ છે. આ ઇમેઇલમાં ફકત ત્રણ શબ્દોનો ઉપયોગ થયો છે અને લખાયું કે કિલ નરેન્દ્ર મોદી રિપોર્ટ મુજબ તેને લઇને એનઆઇએએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એલર્ટ કરી દીધુ છે.પત્ર લખીને તેના વિષે જાણકારી પણ આપી છે ત્યારબાદ ગૃહ મંત્રાલયે એસપીજીને આ જાણકારી આપી છે એસપીજી વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.
એ યાદ રહે કે હાલ ઇમેલના કન્ટેન્ટની તપાસ કરી કરી દેવાઇ છે. એનઆઇએએ એક પત્ર લખીને વડાપ્રધાન મોદીની હત્યાની ધમકીવાળા ઇમેઇલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે એનઆઇએને એક ઇમેલ આઇડી મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઇ છે ઇમેલમાં રહેલા કન્ટેન્ટ તેની પુષ્ટી કરે છે એ યાદ રહે કે એનઆઇએએ પોતાના પત્ર સાથે ઇમેલની કોપી પણ જાેડી છે ગૃહ મંત્રાલયે એનઆઇએએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.
આ મેઇલ ગત ૮ ઓગષ્ટના રોજ મોકલવામાં આવ્યો હતો જેનાથી વડાપ્રધાનના જીવન પર સીધુ જાેખમ હોવાની વાત સામે આવી છે જેને જાેતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે મળતી માહિતી અનુસાર જાેખમને જાેતા વડાપ્રધાનની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ કેસમાં એનઆઇએએ પોતાના તરફથી કોઇ પણ પ્રકારની તપાસ કરી નથી એનઆઇએ અનેક પ્રમુખ સુરક્ષા એજન્સીના સંપર્કમાં છે જેમાં રો ગુપ્તચર એજન્સી ડિફેન્સ ઇન્ટેલિજન્સના પ્રતિનિધિ સામેલ છે આ ખુલાસો એવા સમયે થયો છે કે જયારે પીએમ મોદી પ્રત્યે નફરતની રણનીતિને પ્રોત્સાહન આપતા દુષ્પ્રચાર થઇ રહ્યો છે આ ખુલાસા બાદ બહારના તત્વો અને આતંકી ગતિવિધિઓ વિરૂધ્ધ ચોકકસાઇ વધી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.SSS