વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસને શ્રધ્ધાંજલિ આપી
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુફી કવિ અને સંત રવિદાસને તેમની જયંતિ પ્રસંગ પર શ્રઘ્ધાંજલિ આપી હતી.તેમની જયંતિને રવિદાસ જયંતિ તરીકે મનાવવામાં આવે છે સંત રવિદાસની ગણતરી મહાન સંતોમાં થાય છે તે ખુબ જ સરલ હ્દયનો હતાં અને દુનિયાનોં આડંબર છોડી હ્દયની પવિત્રતા પર ભાર આપતા હતાં.
સંત રવિદાસને શ્રધ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ આજે ટ્વીટ કર્યું કે સંત રવિદાસજીએ સદીઓ પહેલા સમાનતા સદ્ભાવના અને કરૂણા પર જે સંદેશ આપ્યો તે દેશવાસીઓને યુગો યુગો સુધી પ્રેરિત કરનાર છે.તેમની જયંતિ પર તેમને મારા સાદર નમન.
સંત રવિદાસ ૧૫મીથી ૧૬મી શતાબ્દી દરમિયાન ભક્તિ આંદોલનથી સંબંધિત હતાં અને તેમના ભજન ગુરૂ ગ્રંથ સાહિબમાં સામેલ છે.તેમને ૨૧મી સદીના રવિદાસિયા ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે માધ પૂર્ણિમા પર રવિદાસ જયંતિ મનાવવામાં આવી છે જે હિન્દુ કેલેન્ડર અનુસાર માધ મહીનાની પૂર્ણિમા છે.