વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારા શ્રોતા છે : રણનીતિકાર પ્રશાંત કિશોર

નવીદિલ્હી: રાજકીય સલાહકાર ગણાતા પ્રશાંત કિશોરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાબતમાં અનેક સવાલો પુછવામાં આવ્યા હતાં તેમને એંકરે પુછયું કે શું નરેન્દ્ર મોદીથી સરળતાથી વાત કરી શકાય છે તેના જવાબમાં કિશોરે કહ્યું કે તે ખુબ સારા શ્રોતા છે. એકરે પ્રશાંત કિશોરથી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના વિષયમાં સવાલ કરી રહ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમને પુછવામાં આવ્યું હતું કે લોકો કહે છે કે નરેન્દ્ર મોદીને ભારતીય લોકોની સારી સમજ છે.તે સારી રીતે એ વાતનું અનુમાન લગાવી લે છે કે લોકો શું અનુભવી રહ્યાં છે. પ્રશાંત કિશોરે તેમના સવાલના જવાબમાં કહ્યું કે આ બધુ તેમના અનુભવના કારણે છે. જાે તમે કોઇ એક વસ્તુમાં ૪૦ વર્ષ વિતાવો તો નિશ્ચિત રીતે તમે હોશિયાર અને બુધ્ધિમાન હશો આ બધુ તેમના અનુભવનું જ પરિણામ છે.તેમણે કહ્યું કે તે સહજ વ્યક્તિ છે અને મને લગા છે કે સહજતા પણ અનુભવથી જ આવે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમજાેરી શું છે તેના જવાબમાં કિશોરે કહ્યું કે મારા જેવો નાનો વ્યક્તિ તેમની કમજાેરીની બાબતમાં બતાવી શકે નહીં તમે તેમની સાથે એક વિષ્લેશકના રૂપમાં કામ કર્યું છે.તેના આધાર પર તમે શું જાણો છો તેવા સવાલના જવાબમાં કિશોરે કહ્યું કે જાે મને પ્રશ્નનો જવાબ આપવા માટે મજબુર કરવામાં આવે છે તો હું થોડો અલગ રીતે જવાબ આપીશ તેમણે કહ્યું કે એક નેતાના રૂપમાં તે થોડા ઉદાર વ્યક્તિ છે. બની શકે છે કે આ તેમની કમજાેરી છે હું એ વાતમાં પડવા માંગતો નથી કે તેમની કમજાેરી શું છે પરંતુ મને લાગે છે કે કેટલાક એવા ક્ષેત્ર છે જયાં તે કદાચ વધુ સારૂ કરી શકે છે.
નરેન્દ્ર મોદી કોઇનાથી નારાજ થઇ જાય છે તો શું તેની વિરૂધ્ધ થઇ જાય છે. શું તે વાતચીત દરમિયાન વાતોને ધ્યાનથી સાંભળે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે તે એક ખુબ સારા શ્રોતા છે. તેમણે કહ્યું કે તમે તેમની સાથે જયારે વાત કરી રહ્યાં હોવ છો કે તેમની સાથે કામ કરી રહ્યાં હોવ છો તો તે પુરા મન અને આત્માથી વાતો સાંભળે છે.