વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને શુભેચ્છા પાઠવી

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌ સેના દિવસ નિમિત્તે દેશની દરિયાઈ સરહદની રક્ષા કરતા જવાનોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશની સેવામાં ભારતીય નૌકાદળના અભુતપૂર્વ યોગદાન પર અમને ગર્વ છે.
આપણા નૌકાદળના કર્મચારીઓ કુદરતી આફતો જેવી કટોકટીની પરિસ્થિતિઓને ઘટાડવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે ૪ ડિસેમ્બર નૌ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, નૌ સેના દિવસના એક દિવસ પહેલા એડમિરલ હરિ કુમારે ભારતીય નેવી ચીફ તરીકે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગામી દસ વર્ષ ભારતીય નૌકાદળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
આ દસ વર્ષમાં ભારતીય નૌકાદળ પાસે નવા યુદ્ધ જહાજ અને સબમરીન હશે. આ સિવાય ચીનની નૌકાદળની વધતી તાકાત અંગે કહ્યું કે, દેશના નૌકાદળ માટે ૩૯ યુદ્ધ જહાજ અને સબમરીન બનાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ નવી સબમરીન મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવવામાં આવી રહ્યા છે જે દેશને આર્ત્મનિભર ભારત તરફ લઈ જાય છે.
આ સિવાય તેમણે સૈન્ય બાબતોના વિભાગની રચના અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશની આઝાદી બાદ આ સૌથી મોટો સૈન્ય સુધારો હશે. દેશમાં ઝ્રડ્ઢજી પોસ્ટની રચના પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ કડી છે.HS