વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા છે

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. આ જ કારણ છે કે લોકો તેમના રાજકીય જીવનથી લઈને તેમના પારિવારિક જીવન સાથે જાેડાયેલી દરેક માહિતી જાણવા માટે ઉત્સુક રહે છે.
તેવી જ રીતે લોકો વડાપ્રધાન મોદીની પ્રોપર્ટી વિશે પણ જાણવા માંગે છે. પીએમ મોદીની સંપત્તિને લઈને લોકોમાં અલગ-અલગ ધારણાઓ પણ બનાવવામાં આવી છે. પરંતુ આજે અમે તમને જણાવીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અસલી સંપત્તિ કેટલી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંપત્તિમાં કેટલો વધારો થયો છે.
એક મીડિયા રિપોર્ટમાં સત્તાવાર આંકડાઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા છે. ૨૦૨૧માં જાહેર થયેલી માહિતી અનુસાર પીએમ મોદીની કુલ સંપત્તિમાં ૨૨ લાખ રૂપિયાનો વધારો થયો છે જે હવે વધીને ૩.૦૭ કરોડ રૂપિયા થઈ ગયો છે.
જ્યારે ગયા વર્ષે પીએમ મોદીની કુલ સંપત્તિની કુલ સંપત્તિ ૨.૮૫ કરોડ રૂપિયા હતી. મળતી માહિતી મુજબ પીએમ મોદી પાસે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ છે, જેની કિંમત ૮.૯ લાખ રૂપિયા છે. આ સાથે ૧.૫ લાખ રૂપિયાના એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જીવન વીમા પૉલિસી અને બોન્ડ્સ છે.
અહીં નોંધનીય બાબત એ છે કે વડાપ્રધાન મોદી પાસે પોતાનું કોઈ વાહન નથી. જાેકે તેમની પાસે ચોક્કસપણે ૧.૪૮ લાખની કિંમતની ૪ સોનાની વીંટી છે. ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પીએમ મોદીનું બેંક બેલેન્સ માત્ર લાખ રૂપિયા હતું, જ્યારે કેશ માત્ર ૩૬ હજાર રૂપિયા હતા.
સમાચાર અનુસાર, ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કોઈ પ્રોપર્ટી ખરીદી નથી. તેમની રહેણાંક મિલકતની કિંમત ૧.૧ કરોડ રૂપિયા છે.HS