વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
રાજકોટ, ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. જેના બાદ તેમણે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડ તથા અન્ય સુવિધાનુ નિરીક્ષણ કર્યુ હતું. સાથે જ હોસ્પિટલની અન્ય સુવિધા વિશે પણ માહિતી મેળવી. હોસ્પિટલ ખાતે ટ્રસ્ટીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
રાજકોટ પહોંચેલા પીએમ મોદીનો બાળપ્રેમ ફરી એકવાર જાેવા મળ્યો હતો. તેમણે હોસ્પિટલ પહોંચીને એક બાળકનો કાન આમળીને હળવી મસ્તી કરી હતી. એરપોર્ટ પર સીએમ અને સીઆર પાટીલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું.
પ્રધાનમંત્રી મોદી જે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે તે તેની વિશેષતાની વાત કરીએ ૨૦૦ બેડની ચેરિટી હોસ્પિટલ ૪૦ કરોડના ખર્ચે બની છે, ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાઈ છે,કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે થશે સારવાર, ફુલટાઈમ ડૉક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ કાર્યરત રહેશે ,સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન રહેશે કાર્યરત, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી થઈ શકશે,રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી કાર્યરત રહેશે,જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું ૧૫૦ ચાર્જ વસુલાશે,૧૫૦ના ચાર્જમાં દર્દીને ત્રણ ટાઇમ ભોજન પણ અપાશે,ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે જયારે મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.HS1