Western Times News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની પહેલી ઇટ મુકી શકે

કોર્ટમાં સાબિત થઇ ગયું છે શ્રીરામનું મંદિર હતું આથી તે રામ જન્મભૂમિનો જ કાટમાળ તેને પાછો આપવામાં આવશે નહીં: કામેશ્વર ચૌપાલ

 

પટણા, અયોધ્યામાં બહુપ્રતીક્ષિત ભવ્ય શ્રીરામમંદિરનું નિર્માણ રામ નવમી અથવા હનુમાન જયંતી પર શરૂ થઇ શકે છે.મંદિર નિર્માણ પહેલા ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાને શા†ીય વિધાનથી અલગ કરી બીજી જગ્યાએ રાખવામાં આવશે ત્યારબાદ ગર્ભગૃહનો શિલાન્યાસ થશે જેની પહેલી ઇટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાખી શકે છે.

૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ રામ મંદિરના શિલાન્યાસના સમયે પહેલી ઇટ રાખનાર કામેશ્વર ચૌપાલે કહ્યું કે તે સમયે વિવાદિત જમીનના કારણે મુખ્ય મંદિરથી લગભગ ૨૫૦ ફુટ સિંહ દ્વારની પાસે શિલાન્યાસ થયો હતો હવે જા કે વિવાદ પુરો થઇ ગયો છે તો મંદિરના ગર્ભગૃહની પાસે શા†ીય વિધિ વિધાનથી ફરીથી શિલાન્યાસ થશે સૌથી પહેલા ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવશે ત્યારબાદ મંદિરના અન્ય ભાગોનું નિર્માણ શરૂ કરવામાં આવશે.

બાબરી એકશન કમિટિ દ્વારા ધ્વસ્ત માળખાનો કાટમાળ માંગવાના સવાલ પર કામેશ્વર ચૌપાલે કહ્યું કે કોર્ટમાં સાબિત થઇ ચુકયુ છે કે ત્યાં રામનું મંદિર હતું તેને તોડીને જ મીર બાકીએ તે કાટમાળથી મસ્જિદ બનાવી હતી આ રામ જન્મભૂમિનો જ કાટમાળ છે આવામાં કાટમાળ પાછો કરવાની વાત જ ઉઠતી નથી.

આરએસએસથી લઇ વિહિપ અને ભાજપ સુધી વિવિધ પદો પર રહેલ કામેશ્વર ચૌપાલે કહ્યું કે ૧૯ ફેબ્રુઆરીએ યોજાનાર ટ્રસ્ટની પહેલી બેઠકમાં નવી કાર્યસમિતિ,નવા સભ્યો મંદિરના નકશાથી લઇ મંદિરની તારીખ વગેરે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે તેમણે કહ્યું કે મંદિરના જુના નકશા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે હિન્દુ પુરાતત્વ અને વાસ્તુકલાના જાણકાર આર્કિટેકટ ચંદ્રકાંત સોમપુરા તેની ડિઝાઇન પર કામ કરી રહ્યાં છે. મંદિરના નિર્માણ રાજસ્થાનના મકરાનાથી આવેલ પથ્થરોથી કરવામાં આવશે ગત ૩૦ વર્ષોથી ૪૦૦ કારસેવકો આ પથ્થરોના નકશીકામમાં લાગ્યા છે અત્યાર સુધી ૭૦ ટકા પથ્થરો પર નકશી પણ થઇ ચુકી છે. આશા છે કે બે વર્ષમાં મંદિરનું ભવ્ય નિર્માણ પુરૂ થઇ જશે ટ્રસ્ટના સભ્યો ન બનાવવા પર નારા સંતોને લઇ પુછવામાં આવેલ સવાલ પર ચૌપાલે કહ્યું કે સંતોના આશીર્વાદથી જ મંદિર નિર્માણ થઇ રહ્યું છે આગામી બેઠકમાં સંભવ છે કે સભ્યના રૂપમાં કોઇ સંતનું નામ સામેલ થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.