વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં આવ્યા કોરોના સંક્રમિત મંત્રીઓ
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા જાહેર કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશની મોટી ચુક થઇ છે. ૩ ઓકટોબરે અટલ ટનલ રોહતાંગના ઉદ્ધાટન માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં રહેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને વન મંત્રી રાકેશ પઠાનિયા કોરોના પોઝીટીવ આવ્યા છે કુલ્લુના બંજારના સાંસદ સુરેન્દ્ર શૌરીના પ્રાઇમરી કોન્ટેકટમાં હતાં આરોગ્ય વિભાગના શૌરીના કોરોના પોઝીટીવ હોવાનો રિપોર્ટ ટનલ ઉદ્ધાટન કાર્યક્રમના એક દિવસ પહેલા એટલે કે બે ઓકટોબરે જ આવ્યો હતો.
હિમાચલ પ્રદેશની આ ભુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય રક્ષા મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય નાણાં રાજયમંત્રી અનુરાગ ઠાકુર પર પણ કોરોનાનું સંકટ ઉભુ થયું છે મોદીની સાથે મંચ શેર કરનારા જયરામ ઠાકુરે પોતાને આઇસોલેટ કર્યા છે તેઓએ કહ્યું કે તેમને શૌરીના પોઝીટીવ હોવાની જાણકારી ત્રણ ઓકટોબરે મળી હતી પીએમ કાર્યાલયને આ માટેની જાણકારી અપાઇ ન હતી જાે કે અટલ ટનલ કાર્યક્રમ સમયે મોદી સાથે નજીકથી વાત કરનારા વનમંત્રી રાકેશ પઠાનિયા પણ સંક્રમિત સાંસદના સંપર્કમાં આવ્યા હોવાથી આઇસોલેટ થયા છે.
પઠાનિયાએ કહ્યું કે શૌરીના પોઝીટીવ હોવાની માહિતી મુખ્યમંત્રીના આઇસોલેટ થયા બાદ મળી છે. શૌરીએ દુરથી મુલાકાત કરી હતી અને અમે બંન્નેએ માસ્ક લગાવ્યા હતાં પણ કોરોના પ્રોટોકોલના આધારે પોતાને આઇસોલેટ કર્યા છે મુખ્યમંત્રી, મંત્રીના આઇસોલેટ થયા બાદ સીએમના રાજનીતિક સલાહકાર ત્રિલોક જમ્વાલ ભાજપના સંગઠન મહામંત્રી પવન રાણા સહિત છથી વધુ નેતાઓ પણ કવોરન્ટાઇન થયા છે. વડાપ્રધાન સાથે મંચ શેર કરનારા શિક્ષણ મંત્રી ગોવિંદ ઠાકુરે કહ્યું કે તેઓએ મંત્રીઓ સાથે મુલાકાત કરી નથી માટે તેઓ આઇસોલેટ થયા નથી
સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિના કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમનું કોન્ટેકટ ટ્રેસિંગ કરાય છે અને પ્રાઇમરી કોન્ટેકટને આઇસોલેટ થવાનું કહેવાય છે પરંતુ શૌરીના પોઝીટીવ આવ્યા બાદ તેમને આઇસોલેટ કરી દેવાયા પણ મુખ્યમંત્રીથી લઇને અન્ય દરેક સાંસદ કોન્ટેકટમાં ફરતા રહ્યાં અન્ય દિવસે પીએમની સાથે મંચથી લઇને સમગ્ર કાર્યક્રમમાં તેમની સાથે રહ્યાં આરોગ્ય વિભાગની આ મોટી ચુકથી હિમાચલની સાથે સાથે વડાપ્રધાન કાર્યાલય પર પણ કોરોનાનો ખતરો તોલાઇ રહ્યો છે.