વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહાર ચુંટણીમાં ૨૦થી વધુ ચુંટણી રેલીઓ યોજાશે
પટણા, બિહાર ચુંટણીના પહેલા તબક્કા માટે હવે ૨૦થી પણ ઓછા દિવસ બચ્યા છે આ દરમિયાન ભાજપે પોતાના સૌથી મોટા ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારી શરૂ કરી છે બિહાર ભાજપે એક પ્રસ્તાવ રાખ્યો છે જે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર ચુંટણીમાં ૨૦થી વધુ રેલીઓ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ દિવસમાં બિહારમાં ૨૦થી વધુ ચુંટણી સભાઓને સંબોધિત કરશે તેમાંથી કેટલીક રેલીઓમાં મુખ્યમંત્રી પણ તેમની સાથે મંચ પર રહેશે ભાજપનું ધોષણા પત્ર જારી થયા બાદ રેલીઓ શરૂ થઇ શકે છે. જદયુની બેઠકોની ફાળવણી વ્યવસ્થા હેઠળ વડાપ્રધાનની રેલીઓને તે વિસ્તારમાં પણ કરાવી શકાય છે જયાં જદયુ ઉમેદવાર મેદાનમાં છે. મોટું કારણ છે કે જયાં જયાં જદયુએ ઉમેદવાર ઉભા રાખ્યા છે ત્યાં એલજેપી પણ વિરોધમાં ઉમેદવાર ઉભા રાખ્યો છે. જાહેર છે કે વડાપ્રધાનની રેલીઓથી જદયુ પણ એલજેપીનો સીધા જવાબ આપવા ઇચ્છે છે. આથી ભાજપ અને જદયુમાં એકતાને સંદેશ પણ આપવાનો પ્રયાસ કરાશે.
વડાપ્રધાનની રેલીઓમાં ભાજપ અને જદયુ બંન્ને પક્ષોના ઉમેદવારો મંચ પર રહેશે મોદીએ ગત બિહાર વિધાનસભા ચુંટણીમાં રેકોર્ડ ૩૧ રેલીઓ કરી હતી જયારે ભાજપે રાજયમાં એકલા હાથે ચુંટણી લડી હતી ૨૦૧૯માં લોકસભા ચુંટણીમાં વડાપ્રધાને જદયુની સાથે બિહારમાં ૧૦ રેલીઓ કરી હતી.
ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે આ અઠવાડીયે વડાપ્રધાનની રેલીના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારતીય ચુંટણી પંચના દિશાનિર્દેશો અનુસાર રેલીઓમાં કોવિડ ૧૯ પ્રોટોકોલના નિયમ જેવા કે સોશલ ડિસ્ટેસિંગ અને માસ્ક પહેરવાનું અનિવાર્ય હશે. ભાજપે એલજેપીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે તે બિહાર ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનું નામ લઇ મત માંગે નહીં.HS