વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્ધાટન કર્યાના ત્રણ દિવસ બાદ ધોધા રો પેકસ ફેરી સર્વિસ બંધ
ભાવનગર, તાજેતરમાં મોદીના ડ્રીમ પ્રોજેકટ હજીરા ઘોઘા રપો પેકસ ફેરી સર્વિસનો શુભારંભ થયો છે વડાપ્રધાન મોદીએ આ રો પેકસ ફેરીનું વચ્ર્યુઅલ ઉદ્ધાટન કરીને ગુજરાતીઓને દિવાળીની ભેટ આપી હતી. ઉદ્ધાટન બાદ તરત જ ઘોઘા હજીરા રોપેક્ષ સેવા કાર્યરત થઇ હતી પરંતુ આ ફેરી સર્વિસને ઘોઘા દહેજ ફેરી સર્વિસની જેમ ગ્રહણ લાગ્યુ છે. ઉદ્ધાટનના બીજા જ દિવસે ફેરી સર્વિસ ટેકનિકલ ખામીને કારણે અટવાઇ છે જેને કારણે બે દિવસ માટે આ ફેરી સર્વિસને બંધ કરી દેવાઇ છે જેથી અનેક મુસાફરો અટવાયા છે જેઓએ ૧૫ દિવસનું બુકીંગ કરી દીધુ છે.
રવિવારે મોદીના હસ્તે ફેરી સર્વિસનું લોકાર્પણ કરાયું હતું જેના આગામી દિવસે શનિવારે ફેરી સર્વિસની ટેસ્ટ ટ્રાયલ કરવામાં આવી હતી પરંતુ ટેસ્ટ ટ્રાયલમાં જ શિપ મધદરિયે અટવાઇ હતી. ટ્રાયલમાં હજીરાથી ધોધા આવવા રવાના કરાઇ હતી ત્યારે શિપ બંધ થઇ હતી. તેથી તેને ફરીથી હજીરા લવાઇ હતી જે બાદ રવિવારે સીધે સીધુ લોકાર્પણ કરી દેવાયું હતું.
મંગળાવરે ઘોઘાખી હજીરા રોપેકસ સર્વિસ ઘોઘા ખાતે અટવાઇ હતી પાવર કટ અને ટેકિનકલ ક્ષતિના કારણે રોપેક્ષનો દરવાજાે ખુલ્યો જ ન હતો જેથી ફેરી તેનો સમય ચુકી ગઇ હતી વારંવાર સર્જાતી સમસ્યાઓના કારણે મુસાફરો પરેશાન થયા હતાં જેના બાદ ખામી ઉકેલાઇ ન હતી અને તમામને રિફંડ આપવાની જાહેરાત કરાઇ હતી આ સાથે જ એ પણ જાહેરાત કરાઇ હતી કે હવે ૨ કે ત્રણ દિવસ બાદ ફેરી શરૂ થયા તેવી સંભાવના છે. અને બુકિંગ કરાવનાર મુસાફરોને આ વિષે જાણ કરાઇ હતી.
વડાપ્રધાને જેટલા ઉત્સાહ સાથે રવિવારે આ ફેરી સર્વિસ શરૂ કરી હતી તે બે જ દિવસમાં ખોટકાઇ છે ત્રણ દિવસના ગાળામાં બે વાર ફેરી સર્વિસ ખોટકાઇ અને હવે આગામી બે દિવસ બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. આ સાથે જ આગામી ૧૫ દિવસનું બુકીંગ થઇ ગયું હતું તે મુસાફરો પણ અટવાયા છે. આવામાં આગામી દિવસોમાં કાયમી દિવસોમાં ચાલુ રહેશે કે તેમ તે સૌથી મોટો સવાલ છે. એ યાદ રહે કે અગાઉ શરૂ કરેલી દહેજથી ધોધા ફેરી સર્વિસ પણ હાલ બંધ હાલતમાં છે જાે કે એ ફેરી સર્વિસની સમસ્યા કુદરતી છે.HS