વડાપ્રધાનના દાહોદ કાર્યક્રમ માટે સંતરામપુર બસ ડેપોમાંથી 22 બસો ફાળવાતાં મુસાફરો પરેશાન!!!
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની દાહોદ ખાતેની આજ ની(20.04.22)મુલાકાત નો કાયઁક્મ હોઈ એસટી વિભાગે આ કાયઁક્મ માટે 22 જેટલી એસટી બસ ફાળવતાં રોજીંદી બસમાં મુસાફરી કરનાર મુસાફર જનતા ભારે મુશ્કેલી માં મુકાયા.વડાપ્રધાન ના દાહોદ ના કાયઁક્મ માં લોકો ને તથા સરકારી કમઁચારીઓ જેવા કે તલાટીઓ. મધ્યાહન ભોજન યોજના ના કમઁચારીઓ. આંગણવાડી વકઁરો.
તેડાગરો મુખયસેવિકાઓ. મીશનમંગલમ નો સ્ટાફ. સખી મંડળીઓની બેહનો. આશા વકઁરો. દાહોદ ખાતે વડાપ્રધાન ના કાયઁક્મ માં જઈ શકે તે માટે એસટી વિભાગે બસો ફાળવતાં તેથી સંતરામપુર બસ ડેપો ની લોકલ ટ્રીપો પર અસર પડેલ ને લોકલ એસટી ના શીડયુલ બસોના અભાવે બંધ કરાયેલ જોવાં મલતા હતાં. લોકલ ટ્રીપો બંધ રહેતાં મુસાફર જનતા ને તેથી પારાવાર મુશ્કેલી માં મુકાવું પડેલ હતું.
આમ એસટી ની લોકલ ટ્રીપો આજરોજ ઠપ્પ થઈ જતાં મુસાફર જનતા ને પરેશાનીમાં મુકાવું પડેલ હતું.
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.