વડાપ્રધાન પદેથી દૂર થયા પછી ઈમરાન ખાન સંસદસભ્યો માટે શું બોલ્યા
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ સંજાેગોમાં સંસદમાં નહીં બેસશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની સંસદીય દળની બેઠકમાં ઈમરાન ખાને કહ્યું કે તેઓ ચોરો સાથે નહીં બેસે.
કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પીટીઆઈના તમામ સાંસદોના સામૂહિક રાજીનામાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દરમિયાન આજે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બને એમ હોવાનું મનાય છે. આ દરમિયાન ઘણા સાંસદોએ પણ રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે.
જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમે કોઈ પણ સંજાેગોમાં સંસદમાં બેસીશું નહીં. તેમણે કહ્યું કે પીટીઆઈના સાંસદો એવા ચોરો સાથે નહીં બેસે જેમણે પાકિસ્તાનને લૂંટ્યું છે, જેમને વિદેશી શક્તિઓ દ્વારા આયાત કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે ઈમરાન ખાને સેના અને સુપ્રીમ કોર્ટ પર દબાણ લાવવા માટે આ ર્નિણય લીધો છે.