વડાપ્રધાન બાંગ્લાદેશમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/modi-9-1024x569.jpg)
ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસ માટે ઢાકા જવા રવાના થઈ ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે પીએમ મોદી ૪૯૭ દિવસ બાદ કોઈ વિદેશી પ્રવાસ પર છે. આ પહેલા તેઓ નવેમ્બર ૨૦૧૯માં બ્રાઝીલના પ્રવાસે ગયા હતા.
ગયા વર્ષથી પીએમ દુનિયાના મહત્ત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિસ્સો લઈ રહ્યા છે. બાંગ્લાદેશે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને ઢાકાની વચ્ચે ઓછામાં ઓછી પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સ્વર્ણ જયંતી સમારોહ અને તેના સંસ્થાપક શ ખ મુજીબુર રહમાનની જન્મશતી સમારોહમાં સામેલ થવા શુક્રવારે ઢાકા પહોંચશે. વડાપ્રધાન મોદી ૨૬થી ૨૭ માર્ચ સુધીની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા પણ કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને કહ્યું કે, એમઓયુની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, બાંગ્લાદેશની બે દિવસીય યાત્રા દરમિયાન શેખ હસીનાની સાથે અલગ-અલગ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરશે.
વડાપ્રધાને એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ગયા વર્ષે કોવિડ-૧૯ મહામારીની શરુઆત બાદ તેમની પહેલી વિદેશ યાત્રા એવા પડોશી મિત્ર દેશમાં થઈ રહી છે જેથી સાથે ભારતના ખૂબ મજબૂત સંબંધ છે. બાંગ્લાદેશ રવાના થતાં પહેલા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં વડાપ્રધાને કહ્યું કે, મને ખુશી છે કે કોવિડ-૧૯ મહામારીની શરૂઆત બાદ કોઈ એવા પડોશી મિત્ર દેશની આ મારી પહેલી વિદેશી યાત્રા છે,
જેની સાથે ભારતના સાંસ્કૃતિક, ભાષાકીય અને બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર ઊંડા સંબંધ છે. આ પ્રવાસના ઘણા રાજકીય, ઔતિહાસિક અને ધાર્મિક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે, પરંતુ આ સમયમાં તેઓ ત્રણ સ્થળો પર જશે. તેમાં એક છે તુંગીપાડા સ્થિત બંગબંધુ મેમોરિયલ એટલે કે બાંગ્લાદેશના સંસ્થાપકનું જન્મસ્થળ. ત્યારબાદ તેઓ બે મંદિરોના દર્શન માટે જશે, જેનું પોતાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે.
તેમાં એક છે ઓરાકાંડી સ્થિત મતુઆ સમુદાયનું હરિચાંદ ઠાકુરની સ્થળ ઠાકુડ બાડી અને બીજુ છે બોડિશાલની સુગંધા શક્તિપીઠ. આ સિવાય તિસ્તા નદી સંધિ પર ચર્ચા પણ કરશે. તુંગિપારા મુજિબુર રહમાનનું જન્મસ્થળ છે. બાંગ્લાદેશને વર્ષ ૧૯૭૧મા આઝાદ કરાવનાર બંદબંધુ મુજિબુર રહમાન આ ભવ્ય મકબરાની અંદર દફન થયેલા છે,
જેને બંગબંધુ સમાધી કહેવામાં આવે છે. ૧૫ ઓગસ્ટ ૧૮૭૫ના તેઓ ઢાકાના ધનમંડીના ૩૨ નંબર રસ્તાના ૬૮૮ નંબરના મકાનમાં હતા. તે સમયે સેનાની બે બટાલિયને વિદ્રોહ કરી તેમના ઘરમાં હુમલો કર્યો અને હત્યા કરી દીધી. અહીં બંગબંધુ સંગ્રાહલય છે. આ પહેલાના પ્રવાસમાં પણ પીએમ મોદી સંગ્રહાલય જાેવા ગયા હતા. ઢાકાથી લગભગ ૧૪૪.૬ કિમી દૂર ઓરાકાંડી મતુઆ સમુદાયના સંસ્થાપક હરિચાંદ ઠાકુરનું મંદિર છે.