વડાપ્રધાન મોદીએ જામ સાહેબ સાથે પાયલોટ બંગલામાં મુલાકાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/19-04-2022-B-1024x1275.jpg)
જામનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ જામ શત્રુશલ્યસિંહજી સાથે પાયલોટ બંગલામાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વડાપ્રધાને કહ્યું હતું કે જામ સાહેબના પરિવારની સુવાસ આજે પણ દુનિયામાં અને ખાસ કરીને યુરોપમાં મહેકે છે.
એક વડીલ બંધુ તરીકેનો સ્નેહ જેમના તરફથી મને હંમેશાં મળ્યો છે એવા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી. જૂની વાતો વાગોળવાનો અવસર પ્રાપ્ત થયો.