Western Times News

Gujarati News

મોદીએ સુષમા સ્વરાજના અંતિમ દર્શન કર્યા : દિલ્હીમાં બે દિવસનો શોક જાહેર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને ભારતના પૂર્વ મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મંગળવારે રાત્રે એટેક આવ્યા પછી તેમને ગંભીર સ્થિતિમાં રાત્રે 9 વાગે એમ્બસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહતા. મોડી રાતે તેમના પાર્થિવ દેહને જંતર-મંતર પર આવેલા તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. અત્યારે સુષમા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે. 12 વાગે પાર્ટી કાર્યાલય પર અંતિમ દર્શન રાખવામાં આવશે. બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભાજપના કદ્દાવર નેતા અને એક પ્રખર વક્તા સુષ્મા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ વિદેશ પ્રધાન બનનારા તેઓ દેશના બીજા મહિલા હતા. હરિયાણાના કેન્ટમાં જન્મેલા સુષ્મા સ્વરાજના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહત્વના સભ્યોમાં સામેલ હતા. જેથી શરૂઆતના સમયથી જ સુષ્મા સંઘની વિચારધારાના સમર્થક રહ્યા.

વર્ષ 1970માં સુષ્મા સ્વરાજે એબીવીપીમાંથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. 1973માં તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે પ્રેકટીસ શરૂ કરી હતી. 13 જુલાઇ, 1975માં તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યા. સંતાનમાં તેમને એક પુત્રી છે. સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ સોશિયાલિસ્ટ લીડર જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સંકળાયેલા હતા. સુષ્મા સ્વરાજ પણ વર્ષ 1975માં જ્યોર્જ ફર્નાન્ડિસની લીગલ ટીમનો હિસ્સો બની ગયા. જયપ્રકાશ નારાયણ આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો. ઇમરજન્સી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.