વડાપ્રધાન મોદીએ ૨૦૨૧ની શરૂઆત પર કવિતા લખી
નવીદિલ્હી, વર્ષ ૨૦૨૦ સંધર્ષથી પસાર થઇ આપણે ૨૦૨૧ના સ્વાગત કરી રહ્યાં છીએ બધાની આશા છે કે વર્ષ ૨૦૨૧ આપણા માટે સારૂ વર્ષ સાબિત થશે ભલે જ આપણે કોરોના વાયરસની મહામારીથી હજુ પણ ઝઝુમી રહ્યાં છીએ એવા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કવીત લખી છે.તેણે અભી તો સૂરજ ઉગા હૈ,કવિતાના માધ્યમથી મુશ્કેલીઓથી પસાર થયા બાદ રોશનીનો સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાને આ પ્રસંગે એક ટ્વીટ કરી દેશને શુભકામનાઓ પાઠવી તેમણે લખ્યું કે તમને બધાને ૨૦૨૧ની શુભકામનાઓ આ વર્ષ આપણા માટે સારા આરોગ્ય ખુશીો અને સમૃધ્ધિ લઇ આવે આશા અને કલ્યાણની ભાવના પ્રબળ થાય. એ યાદ રહે કે નવા વર્ષના સેલિબ્રેશનને ધ્યાનમાં રાખતા આ વર્ષે દેશના અનેક રાજયોએ નાઇટ કરફયુ અને ભીડભાડ પર પ્રતિબંધનો સહારો લીધો હતો. એવા સમયે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.HS